તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરનું સન્માન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

vasan aahir sanman

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરનું સન્માન કરવામાં આવ્યું

ભુજ, બુધવારઃ
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉમદા કર્તવ્યભાવનાને બિરદાવવાં શુભ સંકલ્પથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન વિભાગના રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરને સન્માનપત્રનાં માધ્યમથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેઓને આયુર્વેદિક ‘‘નિરામય મંજૂષા’’ કિટ આપવામાં આવી હતી.
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત ઔષધાલય દ્વારા હાલ કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે હેતુસર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘‘નિરામય મંજૂષા’’ સ્વાસ્થ્યવર્ધક સામગ્રીઓ વાળી કિટનું વિતરણ કરવામાં આવી રહયું છે.
આ પ્રસંગે કચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., તાલીમી આઇએએસ અધિકારીશ્રી નિધિ સિવાચ, અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદી, ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીગણ સર્વશ્રી રામજીભાઇ વેકરીયા, મુળજીભાઇ શિયાણી અને શશિકાંતભાઇ ઠકકર ઉપસ્થિત રહયા હતા

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ