લોકડાઉન ૫.૦ ની કરાઈ જાહેરાત આગામી ૩૦ જૂન સુધી ચાલશે

Live Viewer's is = People

લોકડાઉન ૫.૦ ની કરાઈ જાહેરાત આગામી ૩૦ જૂન સુધી ચાલશે


કોરોના સાથે કામ કરવા માટે ભારત દેશમાં ફરી એકવાર લોક ડાઉન અમલી કરવામાં આવ્યો છે. ભારત સરકારે લોક ડાઉન ૫.૦ માટે નવી માર્ગદર્શીકા જાહેર કરી છે જે પ્રમાણે તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે. જ્યારે કન્ટેન્મેન્ટ ઝોન ની બહાર પણ તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે. લોકડાઉન ૪.૦ આ મહિનાના અંતમાં પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા લોક ડાઉન માં વધારો કરવામાં આવેલ છે અને આગામી ૧ જૂનથી ૩૦મી જૂન સુધી આ લોક ડાઉન ૫.૦ અમલી રહેશે.
ભારત સરકાર દ્વારા લોક ડાઉન ૫.૦ ને નવું નામ આપવામાં આવ્યું છે જે નામ છે અનલોક -૧

૧ જૂનથી ૩૦જૂન સુધી અમલી રહેશે અનલોક ૧ 
સ્કૂલ કોલેજો જુનમાં નહિ ખુલે,ધાર્મિક સ્થળો,હોટલ,શોપીગ મોલ,હોટલ રેસ્ટોરન્ટ ખોલવા ૮ જૂનથી મંજૂરી 
રાતના ૯ થી સવારે ૫ સુધી રહેશે કરફ્યુ કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે. લોકડાઉન-૪ પૂર્ણ થતા સરકાર દ્વારા પાંચમુ લોકડાઉન જાહેર કરાયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-૫ અંગેની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. દેશમાં હવે આગામી 30મી જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. હવે દેશમાં ૧ જૂનથી ૩૦ જૂન સુધી લોકડાઉન રહેશે જેમાં કન્ટેન્ટમેનટ ઝોનમાં સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ચાર ચરણના લોકડાઉન બાદ પાંચમા તબક્કામાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત છે. તે સિવાય અન્ય વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે. હાલ દેશમાં દેશમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ, થાણે, પુણે, હૈદરાબાદ, કોલકાતા- હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર વગેરે ૧૩ શહેરો પર પ્રતિબંધો ચાલુ રાખવામાં આવી શકે છે. સરકારે એક મહિનો લોકડાઉન શરતો સાથે વધારી દીધું છે. રાત્રિના ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. એટલે સવારે 5થી રાત્રે ૯ વાગ્યા સુધીની છૂટછાટ અપાઈ છે. આઠમી જૂન પછીથી ધાર્મિક સંસ્થાઓ ખોલી શકાશે. તો સ્કૂલ, એજ્યુકેશન વગેરે સંસ્થાઓ ખોલવા માટે રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યું છે. જુલાઈ મહિનામાં સ્કૂલ કોલેજ જ ખોલી શકાશે. લોકડાઉન ૪ પૂર્ણ થવાના એક દિવસ પહેલાં જ ગૃહમંત્રાલયે આ ગાઈડલાઈન જારી કરી છે. આવતીકાલે મોદી લોકડાઉન ૫.૦ બાબતે જાહેરાત કરે એ પહેલાં જ જાહેર થયેલી આ ગાઈડલાઈનમાં મોટી છૂટછાટો જાહેર થઈ છે. સરકારે ૧ જૂનથી લઇને ૩૦મી જૂન સુધી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોના વાયરસથી નિપટવા માટે સરકારે ફરી એક વાર લોકડાઉન લાગુ કર્યું છે.

Post a Comment

0 Comments

close