૧૦૦ થી વધારે થેલેસેમિયા બાળ દર્દીઓ ને ભુજ નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા મારફતે રક્ત ચડાવવા માં આવ્યું

Live Viewer's is = People

૧૦૦ થી વધારે થેલેસેમિયા બાળ દર્દીઓ ને ભુજ નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા મારફતે રક્ત ચડાવવા માં આવ્યું







તા.૨૭/૩/૨૦૨૦ થી ૧૮/૪/૨૦૨૦ સુધી માં કરછ ના રાપર, વોધ‌, અંજાર, મેઘપર, માનકુવા, હોડકો, ધ્રોબાણા,  ખડક, વાયોર, બેખડા, પરજાઉ, હાજીપીર, આસ્લદી, લુણી, નાના ધાવડાં, નલિયા, નિંંગાળ, ઢોરા. મુન્દ્રા, માનકુવા,મથલ. મંગવાણા, હમલા મંંજલ, ભચાઉ જેવા અનેક ગામો માંથી ૧૦૦ થી વધારે બાળકો ને થેલેસેમિયા સેંટર લાવી લોહી ચડાવ્યા પછી તેમને પરત મૂકવાની જવાબદારી પૂરી કરી છે. આ સેવા ૩/૫/૨૦૨૦ સુધી ચાલુ રહેશે.અને ત્યારબાદ પણ સરકાર શ્રી દ્વારા જો લોક ડાઉન વધારા માં આવશે તો ત્યાં સુધી થેલેસેમિયા ના બાળકો માટે આ ફ્રી એમ્બ્યુલન્સ સેવા અવિતરત ચાલુ રહેશે જેની નોંધ લેવા વિનંતી છે

સક્ષમ સંસ્થા ના સાજીદ મેમણ, રાહૂલ બારોટ, ઈશ્વર દેવીપુજક, મેહુલ રાઠોડ, શીતલ શાહ દ્વારા રક્ત ની વ્યવસ્થા કરી આપવા માં આવે છે..

એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ ના હેમેન્દ્ર જન્સારી નું સહયોગ મળી રહ્યો છે.

વિના મુલ્યે એમ્બ્યુલન્સ સેવા માટે સંપર્ક
(૧)  ધવલ રાવલ ૯૮૨૫૭ ૩૦૪૯૬

(૨) સચિન ઠક્કર ૯૮૨૫૭ ૫૮૦૭૦

(૩) અમિશ મહેતા ૯૯૦૯૭ ૫૭૬૫૭

(૪)  હેમેન્દ્ર જણસારી ૯૪૨૮૦ ૩૩૭૩૩

Post a Comment

0 Comments

close