કચ્છ સરહદે સરદાર પોસ્ટ ખાતે બી.એસ.એફ. દ્વારા ઉજવાયો "શોર્ય દિવસ"

Live Viewer's is = People

કચ્છ સરહદે સરદાર પોસ્ટ ખાતે બી.એસ.એફ. દ્વારા ઉજવાયો  "શોર્ય દિવસ"


ભારત- પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૬પના યુદ્ધ વખતે કચ્છની સરહદ ઉપર ૧૯૬૫ ની ૯મી એપ્રિલે કચ્છના રણની સરદાર ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે નિર્લજ્જ આક્રમણ કર્યું ત્યારે ત્યાં કેન્દ્રીય દળના મુઠ્ઠીભર સી.આર.પી.એફ. પોલીસ જવાનો હાજર હતા, પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી હુમલાનો સામનો કર્યો અને આખી રાત ચોકી બચાવી રાખી.અને યુદ્ધ માં આપણા છ જવાન શહીદ થયા તો દુશ્મનના ૩૪ સૈનિકોનો ખાતમો કરી દેવાયો. ૧૯૬૫ ના રણ જંગની આ અજોડ ઘટના હતી. એક તરફ પોલીસ અને સામે પાક લશ્કર છતાં પાકિસ્તાન લશ્કર  સામે સી.આર.પી.એફ. ભારી પડ્યું.અને સરદાર પોસ્ટ ઉપર નવમી એપ્રિલે ૧૯૬૫ ના સી.આર.પી.એફ.ના જાંબાઝ જવાનોએ પાકિસ્તાની આર્મીને મુહતોડ જવાબ આપ્યો હતો.જેની યાદમાં દર વર્ષે નવમી એપ્રિલે વેલોર દિવસ એટલે કે વિજય દિવસ ઉજવવામાં આવે છે.આજે બી.એસ.એફ. ના જવાનો એ શૌર્ય દિવસ સરદાર પોસ્ટ ખાતે ઉજવ્યો હતો.


Post a Comment

0 Comments

close