રાજયકક્ષાના મંત્રીના સહયોગથી તથા તેમના વરદ હસ્તે રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું

Live Viewer's is = People

રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહીરના સહયોગથી તથા તેમના વરદ હસ્તે કોટડા આથમણા, કૈલાશનગર, સણોસરા ના ગરીબ પરિવારોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું .


 આજરોજ રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહીરના સહયોગથી તથા તેમના વરદ હસ્તે કોટડા આથમણા, કૈલાશનગર, સણોસરા ના ગરીબ પરિવારોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું . ભુજના સેવાભાવી શ્રી મહેશભાઈ મોઢ તથા દિલીપભાઈ પરમાર દ્વારા ૩૫૦ જેટલા કપડાના માસ્કનું ગામલોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. 

આજના આ સેવા કાર્યમાં કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી નિયતીબેન પોકાર, ગામના સરપંચશ્રી શંભુભાઈ રબારી, ઉપસરપંચ શ્રીમતી મધુબેન વાડીલાલ માકાણી, પંચાયતના સભ્ય નર્મદાબેન માકાણી, ચેતનાબેન માકાણી, રૂખસારબેન સુમરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ચેતનભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો તેમજ પ્રેસ પ્રતિનિધિઓ, પોલીસ તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 





કોટડા આથમણા, કૈલાશનગર, સણોસરા ના યુવક મંડળના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાશનકીટનું વિતરણ કર્યા બાદ ત્રણેય ગામમાં સેનિટાઈઝર યુક્ત દવાનો છંટકાવ વાસણભાઇ આહીર ના હાથે  તેમના સહયોગથી શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોટડા આથમણા, કૈલાશનગર, સણોસરા યુવક મંડળના સભ્યો જોડાયા હતા.

કુલ ૧૦૦ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સમગ્ર ગામને સેનિટાઈઝર યુક્ત દવાથી સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. 

આ સેવાયજ્ઞમાં ઉપસ્થિત માન. રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઇ આહીર તેમજ તમામ મહેમાનો , ગ્રામજનો, પ્રેસ પ્રતિનિધિઓ, પોલીસ તંત્રના કર્મચારીઓ તેમજ કાર્યકર્તા સ્વયંસેવકોનો કોટડા આથમણા સરપંચશ્રી શંભુભાઈ રબારીએ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કોટડા આથમણા વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન કોઈ ગરીબ ભૂખ્યું ના રહે અને ગામમાં સ્વછતા જળવાઇ રહે તે માટે આપણે સૌ પ્રયાસો કરીએ એવી નેમ વ્યક્ત કરી હતી.


Post a Comment

0 Comments

close