અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય કોરોના પોઝિટિવ, સીએમ રૂપાણી સાથે બેઠક કરી હતી.

Live Viewer's is = People
અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈમરાના ખેડાવાલાનું સંક્રમણ સીએમ વિજય રૂપાણીને પણ લાગી શકવાની સંભાવના છે. કેમ કે, ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવે તે પહેલાં જ તેઓએ સીએમ રૂપાણી સાથે બેઠક કરી હતી. હવે સમાચાર મળ્યા છે કે, સીએમ રૂપાણી કોઈ અધિકારી સાથે બેઠક કરશે નહીં.



અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાનાં કેસો વધતાં ત્યાં કર્ફ્યુ લાગુ કરવા માટે આજે સાંજે સીએમ રૂપાણીએ નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા તેમજ કોટ વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર સાથે મીટિંગ કરી હતી. ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવતાં ગંભીર સંકટ ઉભું થઈ શકવાની સંભાવના છે. કેમ કે, ખેડાવાલા થોડા દિવસોમાં જ ઉચ્ચ અધિકારીઓનાં પણ સંપર્કમાં આવ્યા હતા.

ઈમરાન ખેડાવાલાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ફોન કરીને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. એટલું જ નહીં હવે ખેડાવાલાને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. છેલ્લા 3 દિવસથી ઈમરાન ખેડાવાલાને તાવ આવતો હતો.

ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હવે WHOની ગાઈડલાઈન પ્રમાણે સીએમ રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજાને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. એટલું જ નહીં તેઓના રિપોર્ટ પણ કરાવવામાં આવશે. આ ઉપરાંત ખેડાવાલાએ કોટ વિસ્તારમાં બંદોબસ્ત માટે પોલીસ અધિકારીઓ સહિત સરકારના અનેક અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. આ ઉપરાંત તેઓ સેવા કાર્યમાં સતત પરોવાયેલાં રહ્યા છે. આજે જ તેઓ અંદાજે 150થી વધારે લોકોને મળ્યા હતા.

Post a Comment

0 Comments

close