કરછમાં નોવેલ કોરોના વાઈરસની હાલની પરિસ્થિતિ

Live Viewer's is = People


નોવેલ  કોરોના વાયરસ-૧૯(COVID-19) અંતર્ગત જીલ્લામાં હોમ ક્વોરોન્ટાઈન માં રાખવામાં આવેલ વ્યક્તિઓ માટે ચુંટણી દરમ્યાન વાપરવામાં આવતી અવિલોપ્ય શાહી (કાયમી ઇન્ક) વાપરવાની ચુંટણી પંચની મંજુરીમાં મળતાં હોમ ક્વોરોન્ટાઈન રાખેલ વ્યક્તિની ઓળખાણ થાય તે માટે આ શાહી વાળા સિક્કા ના થપ્પા મારવાનાં ચાલુ કરવામાં આવ્યા. 

 ભારત સરકારશ્રી દ્વારા તમામ મેડીકલ ઓફિસરશ્રીને નોવેલ કોરોના વાયરસ-૧૯ (COVID-19) અંતગર્ત ઓનલાઈન તાલીમ આપવાની ચાલુ કરવામાં આવી. 

 કચ્છ જીલ્લામાં ૨૭ નવા અર્બન હેલ્થ કલીનીક ચાલુ કરવાની સુચના મળતાં ચાલુ કરવાની તૈયારીના ભાગરૂપે મેડીકલ ઓફિસર, પેરામેડીકલ સપોર્ટ સ્ટાફની જગ્યાઓ ભરવાની જાહેરાત વર્તમાન પત્રમાં આપવામાં આવી.

 જીલ્લા પંચાયત વિવિધ શાખાની તથા તે હેઠળની તાલુકા કચેરીઓના તમામ વાહનો ડ્રાઈવર સહીત નોવેલ કોરોના વાયરસ-૧૯ ની ચાલતી જમીની કામગીરી સુચારુરૂપે થાય તે માટે તમામ વાહનો તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ના હવાલે મુકવામાં આવેલ છે. જેમાંથી અંદાજીત ૧૦ એમ્બ્યુલન્સ મળીને ૩૦ જેટલા વાહન તાલુકા હેલ્થ ઓફિસરને ક્ષેત્રિય ચકાસણી માટે ઉપલબ્ધ થશે. 

૧. જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ દર્દીઓની માહિતી
• કુલ્લ દાખલ કરેલ શંકાસ્પદ દર્દી : ૧૭
• હાલમાં દાખલ: ૨ (૧પોઝીટીવ, ૧ શંકાસ્પદ)
• રજા આપેલ શંકાસ્પદ દર્દીઓ: ૧૫
• આજે દાખલ કરેલ શંકાસ્પદ દર્દી : ૧

૨. સરકારી ક્વોરોન્ટાઈન માટેના સ્થળ ખાતેની માહિતી
• કુલ્લ દાખલ: ૭૬
• આજની તારીખમાં દાખલ : ૫૬
• રજા આપેલ : ૨૦

૩. ઘરે ક્વોરોન્ટાઈન માટે રાખેલ લોકોની માહિતી
• કુલ્લ ક્વોરેન્ટાઇન કરેલ લોકો : ૧૬૭૫
• આજની તારીખે ક્વોરેન્ટાઇન કરેલ : ૧૫૪૭
• આજે નવા ક્વોરેન્ટાઇન કરેલ : ૨૮૩

૨૭/૦૩/૨૦૨૦
Total   Story   Views: 


Post a Comment

0 Comments

close