કોરોના વાઈરસનો શંંકાસ્પદ દર્દી ક્ચ્છમાં : માંડવીના એક દર્દીને શંકાસ્પદ લક્ષણો સાથે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો.

Live Viewer's is = People

કોરોના વાઈરસનો શંંકાસ્પદ દર્દી ક્ચ્છમાં : માંડવીના એક દર્દીને શંકાસ્પદ લક્ષણો સાથે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો.


corrona virus


બે દિવસ પહેલાજ કચ્છ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ સાધિયારો આપ્યો હતો કે, કચ્છમાં કોરોનાનો કોઈ જ દર્દી નથી જેથી કોઈને ગભરાવાની જરૂર નથી તે વચ્ચે જ માંડવીના એક દર્દીને શંકાસ્પદ લક્ષણો સાથે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે. માંડવીનો આ દર્દી જ્યારે દુબઈ થી આવ્યો ત્યારે ઝીણો તાવ રહેતો હતો. પરંતુ તબીયત બગડતા તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમને જી.કે. જનરલ હોસ્પીટલ નાં  આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાય છે.

કચ્છ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, તેમના સેમ્પલ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં મોકલાવાયા છે જે આવતીકાલે' કે પરમ દિવસે આવવાની સંભાવના' દર્શાવતાં ડો. કન્નરે ઉમેર્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ બીમારીનું ખરું કારણ જાણી શકાશે.આ દર્દીને' હમણા લક્ષણ જણાતાં હોવા બાબતે પૂછતાં તેમણે શંકાસ્પદ કેસ ગણાવ્યો હતો.

નગરપાલીકાએ શું કર્યું ?


માંડવી નગરપાલીકાના પ્રમુખ મેહુલભાઇ શાહે એક મુલાકાતમાં જણાવ્યું કે, નગર સેવા સદને' કોરોના વાયરસના ઉપદ્રવ, તેની સાવચેતી માટે શું કરવું ? તેમજ રોગપ્રતિકારક શકિત વધારવા શું કરવું તે અંગે ડો. પુલિનભાઇ વસા દ્વારા તૈયાર કરાયેલ મુદ્દાઓનો પરિપત્ર તૈયારકરી શહેરીજનોની જાગૃતિ માટે અપાયો છે.

શું કહે છે દર્દી ના પરીવારજનો?

આ નવયુવાન દર્દીના કુટુંબીજનોની મુલાકાત લેવામા આવી ત્યારે જાણવા મળ્યું કે, આ નવયુવાન તારીખ ૨૬/૦૨/૨૦૨૦ ના દુબઈ ગયા હતા, અને તારીખ ૦૪/૦૩/૨૦૨૦ ના પરત માંડવી આવેલા હતા. જ્યાં તબીયતમાં સુધારો ન જણાતા તારીખ ૦૭/૦૩/૨૦૨૦ થી તારીખ ૦૯/૦૩/૨૦૨૦ સુધી સારવાર લીધેલ ત્યારબાદ તારીખ ૧૧/૦૩ થી ૧૩/૦૩ સુધી ખાનગી હોસ્પીટલ માં સારવાર લીધેલી. ત્યારબાદ ભુજના ખાનગી કાર્ડિયોલોજી સેન્ટરમાં રિપોર્ટ આવ્યા બાદ ભુજની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.' '



Post a Comment

0 Comments

close