ટ્વીટર પર સાત વર્ષ પહેલા કરી હતી કોરોના વાઇરસ ની આગાહી જે સત્ય ઠરી

Live Viewer's is = People

ટ્વીટર પર સાત વર્ષ પહેલા કરી હતી કોરોના વાઇરસ ની આગાહી જે સત્ય ઠરી.


થોડા જ સમયમાં વિશ્વમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધેલા કોરોના વાઇરસ અંગેની આગાહી આજથી સાત વર્ષ પહેલા ટ્વીટર ઉપર કોઈ માર્કો નામના શખ્સે કરી હતી તે સમયે આ સામાન્ય માણસની વાતને કોઇએ ધ્યાન લીધું નહીં, પરંતુ આજે કોરોના મહામારીનું રૂપ ધારણ કરી લીધું અને દુનિયામાં મોટા મોટા દેશોને પણ હચમચાવી દીધા. માર્કો નામના આ શખ્સને તે સમયે તો કોઈ ઓળખતું પણ નહીં હોય પરંતુ આજે તેમની ટ્વીટને હજારો લાખો લોકોએ રી ટ્વીટ કરી છે અને રાતોરાત પ્રખ્યાત થઈ ગયો છે. 


સોશીયલ મીડિયાની ઉપર કરવામાં આવેલી આ આગાહીને કોઇએ ધ્યાને ન લીધો. ક્યારેક એમ થાય કે, ભગવાન તમારી આસપાસ જ હોય ને જ્યારે તમે માંગો ત્યારે તે તથાસ્તુ કહી દેતો હોય છે. કદાચ આ માર્કો નામના વ્યક્તિ સાથે આવું જ થયું હશે. જે તે સમયે આ માર્કો નામના વ્યક્તિની ટ્વીટની અવગણના કરવામાં આવી હોય કેમકે કદાચ તે સમયે કોરોના વાઇરસ નું નામ કોઇએ સાંભળ્યું નહીં હોય. અને નાનકડી આ ટ્વીટને ગણકારી નહીં હોય.



કેટલા લોકો ચેપગ્રસ્ત?


આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓનો આંકડો ૩ લાખને પાર કરી ચૂક્યો છે. અને કોરોના વાયરસ ને કારણે ૧૪૦૦૦ જેટલા લોકો પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે. અને ૯૬૯૫૮ જેટલા કેસો રિકવર થઇ ચુક્યા છે એટલે કે સ્વસ્થ છે. પરંતુ તેનાથી ખુશ થવાની વાત નથી કેમ કે હજુ પણ બે લાખ જેટલા લોકો સંક્રમિત છે. અને હજુ પણ સંખ્યામાં વધારો થતો જાય છે.



ભારતની સ્થિતિ શું છે?

કોરોના વાઇરસ ચીનના વુહાન સીટી થી ફેલાવો થયો હતો. અત્યારે ભારતમાં ૩૯૬ જેટલા લોકો સંક્રમિત છે. અને સાત જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં લદાખ, ઓરિસ્સા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, ગુજરાત, અમદાવાદ, ભૂજ, મહારાષ્ટ્ર વિગેરે જગ્યાએ કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ભારત સરકારે તકેદારીના ભાગ રૂપે અનેક રાજ્યો માં ધારા ૧૪૪ લગાડી દીધી છે અને લોક ડાઉન જાહેર કર્યા છે. કચ્છ માં પણ લખપતની ૫૯ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત છે જેની સારવાર ભૂજ ખાતે ચાલુ છે. ભારત સરકારના તકેદારી જે પગલાં લેવયા છે તેને અનુલક્ષીને કચ્છ જીલ્લા માં પણ ધારા ૧૪૪ કલમ લગાડી દેવામાં આવી છે અને લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.


કોરોના વાઇરસ ભારતમાં વિકૃત પરિસ્થિતિ ધારણ કરે તે પહેલાં લોકોએ જાગૃત થવું જરૂરી છે. સરકાર અને અધિકારીઓ તમામ પગલા લેશે પણ પ્રજાએ પણ સાથ આપવો પડે તેમ છે. પ્રજાએ ૩૦ દિવસ સુધી આરોગ્યતંત્ર દ્વારા સૂચવવામાં આવેલા પગલાં અનુસરીએ વહીવટી તંત્રને સાથ સહકાર આપી સાથે મળી કોરોના વાઇરસ ને ભારત મંથી જાકારો આપીએ.





Total   Story   Views: 


Post a Comment

0 Comments

close