નિર્ભયા ગૅંગરેપ કેસના ચારેય ગુનેગારોને સવારે ૫:૩૦ કલાકે આપી દેવામાં આવી ફાંસી

Live Viewer's is = People


નિર્ભયા આરોપી




નિર્ભયાની માતાએ આ ચુકાદાને આવકાર્યો છે અને તેમણે કહ્યું કે મોડે-મોડે મને ન્યાય મળ્યો તે બદલ હું ન્યાયતંત્ર, તમામ સરકારો તથા રાષ્ટ્રપતિનો આભાર માનું છું.શુક્રવારે એ ઘટનાને સાત વર્ષથી વધુ સમય બાદ બાકીના ચાર દોષીઓને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી.મોડી રાત્રે અલગ-અલગ કાયદાકીય દલીલોને આગળ કરીને ચારેય ગુનેગારોએ પહેલાં દિલ્હી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને તેમને સાંભળવામાાં આવ્યા હતા, પરંતુ તેઓ કાયદાકીય જંગ હારી ગયા.

આખરે ૭ વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળી ગયો. ૨૦ માર્ચ ૨૦૨૦, સવારે ૫:૩૦  ના સમયે નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા છે. ફાંસી પહેલા અડધો કલાક ઘણો મહત્વપૂર્ણ અને દોષિતો માટે ખતરનાક રહ્યો હતો. ફાંસી દરમિયાન ચારેય આરોપીઓએ પોતાની જાતને બચાવવા માટે બનતી તમામ કોશિશો કરી હતી. તે રોયા, ફાંસી ઘરમાં સૂઈ ગયા હતા. પરંતુ તેમ છતાં નિર્ભયાને ન્યાય મળ્યો, જેનો આખો દેશ લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો.


ચારેય ગુનેગારોને ફાંસી બાદ નિર્ભયાનાં માતા આશાદેવીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું:
"હું ન્યાયતંત્ર, મીડિયા, રાષ્ટ્રપતિ તથા આપ સર્વેનો આભાર માનું છું. સાત વર્ષના સંઘર્ષનો આજે અંત આવ્યો છે.આજનો દિવસ દેશની દીકરીઓ તથા મહિલાઓને નામ છે. આજે નિર્ભયાને ન્યાય મળ્યો છે.સુપ્રીમ કોર્ટેથી આવીને મેં દીકરીની તસવીરને છાતી સરસી છાપી હતી અને તેને કહ્યું કે છેવટે તને ઇન્સાફ મળ્યો."મારી દીકરી પરત નહીં આવે, પરંતુ ભારતની મહિલાઓ સુરક્ષિત બને તે માટે અમારી લડાઈ ચાલુ રહેશે. હું તેને બચાવી ન શકી, તે વાતનું દુખ રહેશે, પરંતુ આજે મને તેની ઉપર ગર્વ છે. આજે મા તરીકેનો મારો ધર્મ પૂર્ણ થયો છે.આશા દેવીએ કહ્યું કે 'એક કરતાં વધુ ગુનેગાર હોય, તેઓ અલગ-અલગ દયાઅરજી દાખલ કરીને કે અન્ય કોઈ રીતે કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ ન કરે તેના માટેના દિશા-નિર્દેશ સુપ્રીમ કોર્ટ પાસેથી મેળવવાના પ્રયાસ કરીશું.'

Post a Comment

0 Comments

close