પેન્શન ધારકો માટે અંતિમ તક, જો આ કરવામાં નહીં આવે તો ફસાઈ શકે છે પેન્શન

Live Viewer's is = People
જો તમે નિવૃત્ત છો, અને પેન્શનધારક છો તો તમારા માટે સમાચાર મહત્વના છે. પેન્શનધારકો માટે ૩૦ નવેમ્બરની તારીખ મહત્વની છે. ૩૦ નવેમ્બર સુધી તમારે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી છે, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. આ માટે તમારે નજીકની બેન્કની શાખામાં જવું પડશે અથવા ઓનલાઈન રીતે તે જમા કરાવવું પડશે. જો તમે આવું નહીં કરો તો પેન્શન અટકાઈ છે.


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત તમામ બેન્કોએ પોતાના પેન્શન ખાતાધારકોએ ૩૦ નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર બેન્કમાં જમા કરાવવા આદેશ કરાયો છે. જો તમે અત્યાર સુધીમાં જીવન પ્રમાણપત્ર જમા નથી કરાવ્યું તો ટૂંક સમયમાં જ આ કામ કરી લો, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે.

આખા દેશમાં સૌથી વધુ પેન્શન ખાતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે જ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે અત્યારે છત્રીસ લાખ પેન્શન ખાતા છે અને ચૌદ જેેેેટલા સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પ્રોસેસિંગ સેલ છે. છેલ્લા દિવસની રાહ જોવા કરતા આજે જ બેન્કમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દો. તો ખેડૂતોએ પણ પીએમ કિસાન સમ્માન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે આધાર લિંક કરવું જરૂરી છે. તેનો પણ છેલ્લો દિવસ ૩૦ નવેમ્બર છે.
Total   Story   Views: 


Post a Comment

0 Comments

close