ભુજ તાલુકાના નાડાપા તથા લોડાઇ ગામેથી હાથ બનાવટની દેશી બંદુકો સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ

Live Viewer's is = People

ભુજ તાલુકાના નાડાપા તથા લોડાઇ ગામેથી હાથ બનાવટની દેશી બંદુકો સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ





પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી બી.એમ.દેસાઇ સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજીક ગુન્હાહિત પ્રવૃતિ શોધી કાઢવાની સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એસ.જે.રાણા સાહેબ સાથે એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. 

     પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે ચોકકસ ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, ભુજ તાલુકાના લોડાઇ ગામે રહેતો સુલ્તાન ડાડુ ગગડા, રહે. લોડાય, તા.ભુજ તથા વાળા પાસે કંઇક શંકાસ્પદ વસ્તુ છે જે સગેવગે કરવાની પેરવી માં છે. જે મળેલ ચોકકસ ભરોસા લાયક બાતમી હકીકત આધારે તુરંત જ વર્ક આઉટ કરી પંચો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ આવી રેડ કરતા તેના કબ્જામાંથી ગે.કા. વગર પાસ પરમીટ વાળી સીંગલ બેરલની દેશી હાથ બનાવટની મોભર બંદુક, કિ.રૂા.૨૦૦૦/- તથા છરા કિ.રૂા.૧૦૦/- તથા ગન પાવડર અને ટોટીઓ મળી આવેલ મજકુર આરોપીની યુકિત પ્રયુકિતથી પુછ પરછ કરતા પોતાના ગામનો *ગની મામદ ગગડા પાસે પણ હાથ બનાવટની વગર પાસ પરમીટ વાળી દેશી બંદુક હોવાની કબુલાત કરતા ગની મામદ ગગડા, ઉ.વ.૨૧,રહે.લોડાય, તા.ભુજ વાળાના ઘરે આવી ઝડતી તપાસ કરતા તેના કબ્જા માંથી વગર પાસ પરમીટ વાળી સીંગલ બેરલ દેશી હાથ બનાવટની તુટેલી બંદુક કિ.રૂા.૧૦૦૦/- વાળી તેમજ છરા કિ.રૂા.૧૦૦/- મળી આવેલ જેથી મજકુર બંન્ને આરોપીઓ નં.(૧) સુલતાન ડાડુ ગગળા, ઉ.વ.૨૧, રહે.લોડાય, મુસ્લીમવાસ, તા.ભુજ તથા નં.(ર)ગની મામદ ગગડા, ઉ.વ.૨૧, રહે.લોડાય, તા.ભુજ વાળા વિરૂધ્ધ પધ્ધર પો.સ્ટે. આર્મ્સ એકટ તેમજ જી.પી.એકટ હેઠળ અલાયદી ફીરયાદો આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ અર્થે પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
Total   Story   Views: 


Post a Comment

0 Comments

close