કચ્છ જિલ્લાની ઇમરજન્સી સેવાને ને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો ઇમરજન્સી સેવાનો નેશનલ સેવીઅર એવૉર્ડ.

Live Viewer's is = People

કચ્છ જિલ્લાની ઇમરજન્સી સેવાને  ને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો ઇમરજન્સી સેવાનો નેશનલ સેવીઅર એવૉર્ડ.


સમગ્ર ભારત માં ઉત્તમ મેડિકલ સેવા માટે ઇએમટી અને પાયલોટ ને આપવામાં આવતો રાષ્ટ્રીય શ્રે જીવન રક્ષક (સેવિયર) એવોર્ડ આ વખતે કચ્છ જીલ્લા ની ઇમરજન્સી સેવાને મળ્યો છે અને કચ્છ ૧૦૮ ટિમ ની યશકલગી માં વધુ ઍક સોનેરી પાન  નો ઉમેરાયો છે. આ એવોર્ડ માટે કચ્છ જીલ્લા ની દૂધઈ લોકેશન સ્થિત અમ્બ્યુલસ ના ઇએમટી મયુર બારડ અને પાયલોટ વિપુલસિંહ ની પસંદગી થઈ છે.



૧૦૮ ની સેવા ખરા અર્થ માં સૌથી મોટા એવા કચ્છ જિલ્લા ના લોકો માટે જીવાદોરી બની રહેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમીલાબેન દ્વારા  નૈનાબેન નાયક ને પ્રસૂતા ની પીડા ઊપડતાં ૧૦૮ ને કોલ કરાતા દૂધઈ સ્થિત ૧૦૮ અંબ્યુલન્સ તાત્કાલિક નવાગામ ખાતે ના તેમના ઘરે પહોચી મેડિકલ ટ્રીટમેંટ આપીને દૂધઈ સીએચસી માં શિફ્ટ કરેલ, સીએચસી ખાતે વધુ માહિતી મળી કે બાળક ના ધબકારા ઓછા હોવાથી તથા પ્રથમ ડિલિવરી હોવાથી આની હોસ્પિટલ માં ખસેડવાની જરૂર જણાઈ હતી. આથી ઇએમટી મયુર બારડ અને પાયલોટ વિપુલસિંહ દ્વારા દર્દી ને જી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવાનું નક્કી થયું. પરંતુ  દુખાવો વધુ થવાથી ડિલિવરી એમ્બ્યુલન્સ માજ કરવી પડી. ઇએમટી મયુર બારદે તાત્કાલિક અમદાવાદ સ્થિત ૧૦૮ ના તબીબ સાથે વાત કરી ને ડિલિવરી કરવી હતી. ડિલિવરી માં જન્મેલ બાળક ના ધબકારા ઓછા હતા તથા તે રડતું પણ ના હતું. આથી મયુર દ્વારા સીપીઆર, બીવીએમ અને ઓ2 તથા ઈંજેશન ની ટ્રીટમેંટ બાળક ને આપવામાં આવી અને તેનો જીવ બચાવી લેવાયેલ. માતા ને પણ પ્રસૂતિ દરમ્યાન વધારે પ્રમાણ માં લોહી વહી ગયું હતું તેથી માતા ને પણ સારવાર આપીને જી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આમ ૧૦૮ ની ટિમ ની કાર્યકુશળતા અને સમયસૂચકતા વાળી ત્વરિત ટ્રીટમેંટ તેમજ ૧૦૮ ના અમદાવાદ સ્થિત કાર્યાલય ના અનુભવી તબીબ ની સહાય થી નૈના બહેન ના ઘર માં ખુશી નું મોજું ફરી વળ્યું હતું તથા પરિવાર જનોએ ૧૦૮ ની ટિમ પર આશીર્વાદ નો ધોધ વાહવેલ હતો.  


વધુ વિગતો માટે વિડીયો જોવો.

https://youtu.be/-mYebiZb0rI

રીપોર્ટ : અયાઝ સિદિકી, ભુજ


Total   Story   Views: 


Post a Comment

0 Comments

close