અબડાસા તાલુકાના છાદુરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
કચ્છ જિલ્લાના કલેક્ટર ની હાજરી વચ્ચે આજે સાંજે છ વાગ્યે યોજાયેલ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં દરેક વિભાગના અધિકારીઓએ હાજરી આપી ગામ લોકોને પ્રશ્નો અને વિવિધ યોજનાઓ અંગે જાણકારી અપાઇ. કામ લોકોની રજૂઆતો સાંભળવા માં આવી હતી. રજૂઆતને પગલે જે તે સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ ને જલ્દીથી નિવેડો લાવવા સૂચના અપાઈ. ગામ લોકોના મુખ્ય પ્રશ્નો જેમાં રસ્તા સ્ટ્રીટ લાઈટ જળસંચયના કામો તળાવ સુધારણા તેમજ શૌચાલયની કામગીરી અને શૌચાલય બની ગયેલ છે તેઓને હજુ સુધી ચુકવણી ન થતા પરેશાની અંગે રજુઆત કરાઈ તેમજ રહેણાંકના પ્લોટ આપવા પણ રજુઆત કરાઈ સીમ ની અંદર ખેતર ઉપર જવાના રસ્તાઓ દબાણ થયા છે તે અંગે પણ રજૂઆત કરાઈ બાંધા ગામથી છડુરા સુધી ત્રણ કિલોમીટર રસ્તો તેમજ પુલનું કામ કરવા પણ રજુઆત કરાઈ અને થોડાંક જ વરસાદમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જવા અંગે પણ રજૂઆત કરાઈ, કલેકટર શ્રી એમ નાગરાજન મોટી સંખ્યામાં ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા અને દરેક વિભાગને જલ્દીથી કનડતા પ્રશ્નો નું નિરાકરણ કરવા સાંત્વના આપી તેમજ દરેક વિભાગના અધિકારીઓને જલ્દીથી પ્રશ્નો નિકાલ કરવા સૂચના આપી અને સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ અધિકારી દ્વારા જાણકારી અપાઇ હતી. નવા હાજર થયેલા કલેકટરશ્રીની અબડાસાની આ પ્રથમ મુલાકાત હતી કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે સેવા સેતુ ના કાર્યક્રમથી કર્મચારીઓ-અધિકારીઓ તમારા ઘર આંગણે આવી અને તમારા પ્રશ્નોનું નિરાકરણ થશે જેથી લોકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને ઘર આંગણે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થાય જે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં કલેકટર શ્રી એમ નાગરાજન અને ડેપ્યુટી કલેકટર પ્રાંત કચેરીના અધિકારી ડી એ ઝાલા મામલતદાર શ્રી ગડ ઘટિયા તેમજ પાણી પુરવઠા અધિકારી પટેલ સિંચાઇ અધિકારી આર કે પરમાર માર્ગ અને મકાન વિભાગના અધિકારી બારીયા, વીજતંત્રના અધિકારી પરમાર તેમજ તલાટીઓ આરોગ્ય શાખાના કર્મચારીઓ શિક્ષકો આશાવર્કર બહેનો વગેરે મોટી સંખ્યામાં કર્મચારીગણ હાજર રહ્યા અને લોકોના પ્રશ્નો નું નિરાકરણ કરવા ખાતરી આપી હતી.
રીપોર્ટ : કિશોર ભાનુશાલી, નલીયા
Story Views:
0 Comments