મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે લક્ષ્મીપર નેત્રા ની શાળામાં કલા ઉત્સવ ઉજવાયો

Live Viewer's is = People


લક્ષ્મીપર નેત્રા પ્રા શાળાની અંદર GCERT ગાંધીનગર અને ડાયટ ભુજ, બીઆરસી નખત્રાણા તથા સીઆરસી નેત્રા આયોજિત મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ઉજવાયેલ કલા ઉત્સવમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમની અંદર ઉપસ્થિત મહેમાનો શ્રી લક્ષ્મીપરના સરપંચ શ્રી પરસોત્તમભાઇ દાફડા,  ઉંમર ભાઈ ઠુડિયા,નેત્રા ના ગ્રુપ આચાર્ય શ્રી જગદીશભાઇ બળેવા, હાઇસ્કૂલના આચાર્ય શ્રી અભેસિંહ પલાણીયા સાહેબ, સીઆરસી સાગરભાઇ, એસએમસીના અધ્યક્ષ લાલજીભાઇ, તમામ શાળાના આચાર્ય શ્રીઓ દાતા શ્રી વિશ્રામભાઇ પટેલ તથા કરમશીભાઈ રામાણી,લક્ષ્મીપર શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઇ આજના આ કાર્યક્રમની અંદર સૌપ્રથમ તમામ મહેમાનોને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. તથા તમામ શાળાના આચાર્ય શ્રીઅોને  મોમેન્ટમ આપીને સન્માન કરવામાં આવ્યું. જેમાં નેત્રા હાઇસ્કૂલના આચાર્ય શ્રી અભેસીંહ પાલાણીયા સાહેબ દ્વારા બાળકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ નેત્રા ક્લસ્ટરના સીઆરસી શ્રી સાગરભાઇદ્વારા કલા ઉત્સવ વિશે માર્ગદર્શન આપી તમામ શાળામાંથી પધારેલ સ્પર્ધકોને વકૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,કાવ્ય સ્પર્ધા.આમ ચાર ભાગમાં વર્ગીકરણ કરી સ્પર્ધા ચાલુ કરવામાં આવી ત્યારબાદ દાતા શ્રી વિશ્રામભાઇ દ્વારા બાળકોને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું. ત્યાર પછી ગામના સરપંચ શ્રી પરસોત્તમભાઇ દાફડા તરફથી દરેક બાળકોને પ્રમાણપત્ર તથા વિજેતા બાળકોને શિલ્ડ આપવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન  નિર્ણાયક શ્રીઓ દ્વારા તલસ્પર્શી નિર્ણય કરીને બાળકોને વિજેતા જાહેર કરવામાં આવેલ.આ રીતે દરેક નિર્ણાયકશ્રિઓને પણ મોમેન્ટમ આપીને સન્માન કરવામાં આવ્યા કાર્યક્રમની આભારવિધિ સુનીતાબેન પટેલ કરી હતી. આ કાર્યક્રમની અંદર યોગદાન આપવા બદલ તમામ શિક્ષકોનો આભાર.

 રિપોર્ટ સૈયદ રજાકશા ટોડીયા


Post a Comment

0 Comments

close