સામખીયારી મધ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસેમાં નર્મદાના વધામણાં

Live Viewer's is = People
સામખીયારી મધ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે માં નર્મદા ના વધામણાં


ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામા આવેલ સરદાર સરોવર ડેમની પુર્ણ સપાટી 138.67 મીટરે પહોચતા આ ઐતીહાસીક ક્ષણ ને વધાવવા આજે ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમના જન્મદિન પ્રસંગે મા નર્મદાના વધામણા કરવા પધાર્યા છે.



તેના ભાગરુપે આજરોજ ભચાઉ તાલુકાના સામખીયારી જીલ્લા પંચાયત સીટ પર ધર્મશાળા મધ્યે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં કન્યાશાળા ની બાળાઓએ પધારેલા મહેમાનો નું સ્વાગત ગીત તથા ગરબા લઈ મહેમાનો નું સ્વાગત કરેલ.



ત્યારબાદ મા નર્મદાના નીર ના વધામણા તેમજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન  ની ઉજવણી સામખીયારી ના સામતસર તળાવ માં જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામખીયારી જીલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ માવજીભાઇ ગુસાઇ તથા ભચાઉ તાલુકા ભાજપ ના મહામંત્રી વાઘજીભાઇ છાંગા ના હસ્તે તળાવમાં શ્રીફળ પધરાવી મેઘ લાડુ વહેંચી વધામણાં કરવા મા આવેલ જેમા જીલ્લા પંચાયત સદસ્ય નાગલબેન બાળા, સરપંચ સતીબેન લાખાભાઇ બાળા, માજી સરપંચો ચનાભાઇ બાળા, જગદીશભાઈ મારાજ,  અમીનભાઇ રાઉમા, તાલુકા પંચાયતના સદસ્યો વિક્રમભાઇ કોળી, હરીભાઇ હેઠવાડીયા, એડવોકેટ કાનજીભાઈ બાળા, તલાટી જયેન્દ્રસિંહ વાઘેલા ગ્રામ પંચાયતના સદસ્યો તથા દરેક સમાજના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા. વેપારી અગ્રણી ભચાઉ તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કરે કન્યાશાળા ની બાળાઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તથા આભારવિધી ગ્રામ પંચાયત સદસ્ય મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્દુલભાઇ રાઉમા એ કરેલ હતી.


રીપોર્ટ :ગની કૂંભાર, ભચાઉ 

Post a Comment

0 Comments

close