ભાલપરા ગામની બે દીકરીઓને જુડો કરાટે માં આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા

Live Viewer's is = People
ભાલપરા ગામની બે દિકરીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ મેડલ મેળવ્યો. 


ભાલપરા નવા પ્લોટ ની સીમશાળા માં અભ્યાસ ની સાથે રમત-ગમત માં ભાગ લઈને નાની ઉંમરે થી સ્પોટ હોસ્ટેલમાં સિલેક્ટ થઈને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ભારતને મેડલ અપાવ્યા. ભાલપરાની બન્ને દિકરીઓ એ જુડો રમતમાં લંડન માં યોજાયેલ કોમન વેલ્થ ચેમ્પિયનશીપ માં નાધેરા અંકિતા બેન એ ગોલ્ડ મેડલ મેળવ્યું છે. તેમજ વાઢેર અલ્પાબેને સિલ્વર મેડલ મેળવી ભાલપરા ગામનું અને ગીર સોમનાથ જીલ્લાનું અને ભારત દેશનું નામ રોશન કયું છે
ભાલપરાની બન્ને દિકરીઓ હાલ નડીયાદ સ્પોટર્સ એકેડમી તાલીમ લઈ રહી છે


ધો ૧ થી ૫ સુધી ભાલપરાની સીમશાળામાં  અભ્યાસ કરી પ્રગતિ કરીને આગળ આવી છે. અને ભાલપરા સરકારી શાળામાં અભ્યાસ કરીને પાયાનું જ્ઞાન  મેળવી ને ધણી મોટી સિધ્ધિ હાંસિલ કરી છે

રીપોટર:-તુલસી ચાવડા,વેરાવળ

Post a Comment

0 Comments

close