માતાના મઢ જતા પદયાત્રી ના સેવા કેમ્પો ધમધમ્યા ત્યારે સેવાકેમ્પમાં ચોરોને પણ ચોરી કરવાની સીઝન આવી

Live Viewer's is = People
ભુજ થી માતાનામઢ જાતા પદયાત્રીના સેવા કેમ્પો લાગ્યા છે ત્યારે ઘણાં પદયાત્રીઓ આવા સેવા કેમ્પ માં આરામ કરતા હોય છે ગઈકાલે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં નિશાચરો પણ આ પદયાત્રીના સેવા કેમ્પમાં પોતાની હાથ સફાઈ કરવા આવ્યા હતાં. પરંતુ આ સેવા કેમ્પ ના સ્વયંસેવકો જાગૃત હોવાથી નિશાચરો ને હાથ ચાલાકી કરતા રંગેહાથ પકડયા હતા.


ભુજના  દ્વિધામેશ્વર  કોલોની ખાતે ૨૦ વર્ષથી યુવક મંડળ દ્વારા માતાનામઢ જાતા પદયાત્રીઓ ને સેવા અર્થે સેવા કેમ્પ યોજવામાં આવે છે ગઈકાલે રાત્રે સાડા બાર કલાકે આદિપુર થી એક વડીલ પગપાળા ચાલીને માતાનામઢ જતા હતા ત્યારે આ સેવા કેમ્પ માં આરામ કરવા રોકાયા હતા અને થોડા સમયમાં જ આ બન્ને ચોરો આવ્યા હતા અને વડીલ ની બાજુમાં સુવાનો ડોળ કરતા હતા ગઈકાલે વરસાદ જેવો માહોલ હતા હોતા સેવા કંપની લાઈટો બંધ રખાઇ હતી કારણકે વરસાદના કારણે ઝીણા ઝીણા જીવાતો નીકળ્યા હતા જે પદયાત્રીને હેરાન ન કરે તે માટે સેવા કેમ્પ ની લાઈટો બંધ રાખવામાં આવી હતી અને  અંધારાનો લાભ લઇ આ ચોરો આદિપુરના વડીલ નો થેલો બે વખત સરકાર આવી ગઈ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રીજી વખત પણ થયેલો ખેંચતા કાકા ને એમ લાગ્યું કે મારા પહેલા ની ચોરી થઇ રહી છે ત્યારે તેમણે સેવા કેમ્પ ના આયોજકોને જણાવ્યું ત્યારે સેવા કેમ્પ માં હાજર સ્વયંસેવકોએ આ ચોરોને રંગેહાથ ચોરી કરતા પકડ્યા અને કેમ્પમાં હાજર પોલીસને સોંપવામાં આવ્યા હતા જેમાંથી આ બન્ને ચોરોએ દારૂ પીધો હોવાની કેફિયત પણ જાણવા મળી હતી બીજી બાજુ આ બન્ને ચોરો જે મોટરસાયકલ લઈને આવ્યા હતા તે મોટરસાયકલ દેખાવમાં નવી લાગતી હતી પણ કે ૩૫૦૦ કિલો મીટર ચાલુ થયું ચાલી ગઈ હતી અને મોટરસાયકલ માં કોઈપણ પ્રકારની નંબર પ્લેટ પણ નથી સ્વયંસેવકોએ ચેક કરતા નવી મોટર સાયકલ ની ચાવી બિલકુલ જુની અને ઘસાયેલી હતી જેથી એવી પણ શંકા સેવાઇ રહી છે કે આ લોકો મોટરસાયકલ પર ચોરી લઈ આવ્યા હોય ઘટનાસ્થળ પર તરત પોલીસની મોબાઈલ આવી અને આ ચોરોને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી વીસ વર્ષથી આયોજીત સેવા કેમ્પ માં પ્રથમવાર સેવા કેમ્પમાં ચોરીનો બનતા બનતા રહી ગયો હતો સેવા કેમ્પ માં સ્વયંસેવકોની સતત હાજરી અને પોલીસની પણ સેવાની નોંધ લેવાઈ હતી આ સેવા કેમ્પ ના આયોજક રાજેન્દ્રસિંહ જાડેજાએ ચોરોને રંગે હાથ પકડવા બદલ સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા 

રિપોર્ટ અયાઝ સિદ્દીકી

Post a Comment

0 Comments

close