ધ્રબ સબસેન્ટર મધ્યે દવાવાળી મચ્છરદાની નો વિતરણ કરવામાં આવ્યું

Live Viewer's is = People

ભારતમાં મેલેરીયાથી બચવા માટે જાગૃતિ લાવવાના અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટેનાં પ્રયત્નો ઘણે અંશે સફળ થઈ રહ્યા છે. જોકે સ્વચ્છતા અને જંતુનાશક દવાઓ ઉપરાંત કેટલીક આદતોમાં બદલાવ પણ મેલેરીયાનો ચેપ ઘટાડી શકે છે. મેલેરીયાના મચ્છરો મોટાભાગે સાંજ અને રાતનાં સમયે જ કરડે છે અને લોહી દ્વારા વાઈરસ શરીરમાં છોડી જાય છે. જો રાતના મચ્છરો ન કરડે એ માટે જંતુનાશક દવાથી ટ્રીટ કરેલી મચ્છરદાની વાપરવામાં આવે તો મેલેરીયાનો ફેલાવો ઘટાડી શકાય.

મુંદ્રા તાલુકાના ધ્રબ ગામે આરોગ્ય સબસેન્ટર ધ્રબ દ્વારા સગર્ભા માતાઓ ને મેડીકલી ટ્રીટ કરેલી મચ્છરદાની નો વિતરણ કરવામાં આવ્યું હતું. ધ્રબ સબસેન્ટર ના સંચાલક ભગવતીબેન ભાટ્ટીએ જણાવ્યું હતું કે,  આ મચ્છરદાની ખાસ દવાથી ટ્રીટમેન્ટ કરેલી છે,  જે આવનારા સમયમાં વાહકજન્ય રોગો થી દૂર રાખવામાં ઊપયોગી થાશે. 


આ મચ્છરદાની વિતરણ કાર્યક્રમ ધ્રબ મુકામે યોજાયેલ. જેમાં સંચાલક ભગવતીબેન ભાટ્ટી, મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર નિકુલભાઈ,  સુગરાબાઈ અદ્રેમાન તુર્ક, તેમજ આશા વર્કર બહેનોએ હાજરી આપી હતી. 


Post a Comment

0 Comments

close