ભુજ એલસીબી પોલીસે આરટીઓ પાસે આવેલ શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાંથી બોગસ પી.યુ.સી પકડી પાડ્યું

Live Viewer's is = People
ભુજ એલ.સી.બી પોલીસે આર.ટી.ઓ પાસે આવેલ શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાંથી બોગસ પી.યુ.સી સેન્ટર ઝડપી પાડ્યો હતો. 



શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાંથી બોગસ પી.યુ.સી ફોર્મ, રાઉન્ડ શીલ(સિક્કા),બનાવી અને બોગસ પ્રમાણપત્રો આપી લોકોને છેતરતાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.



વાહન વ્યવહાર ના નવા નિયમો મુજબ પી. યુ. સી,  પ્રમાણપત્ર વાહન ચાલકોને સાથે રાખવાનો હોય છે ત્યારે આવા બોગસ પી.યુ.સી બાબતે લોકોને સતેજ રહેવા લાલબત્તી સમાન કેસ શોધવામાં પશ્ચિમ કચ્છ એલ.સી.બી ને મોટી સફળતા મળી છે.

નવા મોટર વ્હીકલ એકટના કાયદા સબંધે વાહન ચાલકો વીમા પોલીસી, ડ્રાઇવિંગ લાયસન્સ તથા પી.યુ.સી. જેવા વાહનોના દસ્તાવેજો બનાવવા નીયત કરેલ સેન્ટર ઉપર હાલમાં ધસારો જોવામળી રહ્યો છે. ત્યારે પશ્ચિમ કચ્છ એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરા અને એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ જે આ બાબતે ગેરકાયેદસરની પ્રવૃતી ચાલે છે કે કેમ.? જો ચાલતી હોય તો હકીકત મેળવી કાર્યવાહી કરવા સૂચના મળી હતી.

જે બાબતે આજે મળેલ હકીકતના આર.ટી.ઓ. સર્કલ ખાતે આવેલ કતીરા કોમ્પલેક્ષમાં શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફીસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જીગ્નેશ કનુભાઇ વ્યાસ પોતાના કબ્જાની આ ઓફીસમાં સરકારે પી.યુ.સી. સેન્ટર તરીકે માન્યતા ન આપેલ હોવા છતાંય અમદાવાદ ખાતેથી પી.યુ.સી નામનું સોફટવેર તૈયાર કરાવેેલ, તેમજ અમદાવાદ થી મહા શકિત એન્ટરપ્રાઇઝ મુન્દ્રાના નામનો ખોટો રબ્બર સ્ટેમ્પ (સીકકો) તથા ભુજ ખાતેથી પી.યુ.સીના ખોટા ફોર્મ છપાવેલ. 

અને  પોતાને સરકાર માન્ય પી.યુ.સી.સેન્ટર મળેલ ન હોઇ તેમ છતાંય સરકારનુ નામ આપી ખોટા પી.યુ.સી. ફોર્મ છપાવી અને સોફ્ટવેરની મદદથી પોતાની ઓફીસમાં રાખેલ પ્રીન્ટર વડે વાહન ચાલકો તેમજ એજન્ટો ને બનાવટી પી.યુ.સી. પ્રમાણપત્ર, જે મહાશકિત એન્ટરપ્રાઇઝ મુન્દ્રાના નામથી છપાવી તેના નામનો બનાવટી રાઉન્ડ સીલ સીકકો બનાવી કોમ્પયુટર રાઇઝડ પી.યુ.સી. તૈયાર કરી પી.યુ.સી. ના ખોટા પ્રમાણપત્રમાં સહી કરી તે બોગસ હોવાનું જાણવા છતાં વાહન ચાલકોને સાચા તરીકેના દસ્તાવેજ તરીકે આપતો હતો અને ઠગાઈ  કરવાના ઇરાદે ખોટી પી.યુ.સી. બનાવી આપી સરકાર તેમજ વાહન ચાલકો નેે છેતરતો હતો. જે અંગે ચોક્કસ  બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી.

આ રેઈડમાં કોમ્પ્યુટર પ્રીન્ટર સહીતના સાધનો કિંમત રૂ.૫૫,૦૦૦/- મોબાઇલ ફોન નંગ.૨, કિંમત રૂ.૧૦,૦૦૦/-પી.યુ.સી.ના કોરા ફોર્મ નંગ ૪૭૩૨, પી.યુ.સી. ના કોમ્પયુટર રાઇઝડ ખોટા બનાવેલ ફોર્મ  નંગ.૧૦૨, અને રોકડ રકમ રૂ.૫૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી  પાડ્યા છે. 

(૧) જીગ્નેશ કનુભાઇ વ્યાસ, રહે.હાલ નવી ઉમેદનગર કોલોની, પ્લોટ નં.૪૬૦, ભુજ.
(૨) સાહનવાઝ મહમદ સુમરા ઉ.વર્ષ.૨૫, રહે.સેજવાળી માતમ,ભુજ 

આ બન્ને આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૯૭, ૧૧૪ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(સી) મુજબ ધરપકડ કરી ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બાબતે મુન્દ્રા ખાતે પણ કૌભાંડ ચાલતો હોવાની બાતમી મળવાને આધારે પોલીસે ત્યાં  પણ ચક્રો ગતિમાન કર્યા  છે. અને આ બોગસ પી.યુ.સી કેટલાં ગ્રાહકોને આપવામાં આવી છે અને આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે, તેની તપાસ હાથધરીને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરવા સહિતની માહિતી પ્રેસ કોંફ્રેન્સ યોજીને ડી.વાય.એસ.પી. શ્રી બી.એમ.દેસાઈએ જાહેર કરી હતી.

રીપોર્ટ :અયાઝ સિદીકી, ભુજ 

Post a Comment

0 Comments

close