અબડાસા તાલુકામાં હઝરત લાંગોપીર બાબાનો ૧૭૯ મો મેળો ઉજવાયો .

Live Viewer's is = People



અબડાસા તાલુકાના ગરડા વિસ્તાર અને ફુલાય વચ્ચે આવેલ કોમી એકતાના પ્રતિક એવા હઝરત લાંગોપીર બાબાનો ૧૭૯ મો મેળો ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું. દર વર્ષે  ભાદરવા સુદ સાતમ અને આઠમ ના ઉજવાતો આ મેળો આ વર્ષ તારીખ ૨૧/૦૯/૨૦૧૯ અને ૨૨/૦૯/૨૦૧૯ ના દિવસે યોજાયો હતો. ૨૧/૦૯/૨૦૧૯ ના પ્રથમ દિવસે  ના હાજી બાવા ના દરગાહ શરીફ ને ચાદર ચઢાવવામાં આવી હતી. અને  રાત્રે ઈશા નમાઝ બાદ તકરીરનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. આ તકરીર મૌલાના કાદરી હાજી ઉમર  માતાનામઢ વાળા અને મૌલાના સૈયદ ગુલામ મુસ્તફા હાજી મામદશા દયાપર વાળાએ ફરમાવી હતી. અને તારીખ ૨૨/૦૯/૨૦૧૯ ના સવારના ૧૧:૦૦ કલાકે  પ્રખ્યાત કલાકાર ઓસમાન મીર દ્વારા કવ્વાલી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને બપોર બાદ બખ મલાખડો (કુસ્તી) યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મલ્લકુસ્તી જોવા માટે લોકોની જનમેદની ઉમટી હતી આ સમગ્ર મેળાનું આયોજન લાંગોપીર બાબા મેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે.

રિપોર્ટ : કિશોર ભાનુશાલી, નલિયા


Post a Comment

0 Comments

close