ભુજમાં જીપકારથી ઊડાડી કરાયો જાનલેવા હુમલો, જાણો હકીકત.

Live Viewer's is = People


ભુજમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મંત્રી તરીકે કાર્યરત અમીનભાઇ પર થયો જાનલેવા હુમલો અને બપોરે સરાજાહેર જીપકાર થી ઉડાવી દઈ હત્યાનો કરાયો પ્રયાસ.

ગઈકાલે બપોરે અમિતભાઈ પોતાની પુત્રી ને સ્કૂલેથી લેવા માટે બાઈક પર જતા હતા ત્યારે ભુજના ખાસરા ગ્રાઉન્ડ બાજુ થી પુરપાટ આવતી જીપે અમિતભાઈ ને હડફેટે લીધા હતા અને જીપ ની ટક્કર થી અમીનભાઇ રોડ પર પડી ગયા હતા જેને પોતાની મોટરસાયકલ સાથે ૨૦૦ થી ૩૦૦ મીટર સુધી ઢસેડયા હતા. ત્યારબાદ જીપમાંથી ચાર પાંચ યુવાનો લોખંડના પાઇપ જેવા હથિયારો લઇ નીચે ઉતર્યા હતા અને આજે તો તને મારી નાખશે એવી ધમકી આપી હતી પરંતુ અમીનભાઇ એ પોતાના બચાવ માટે બૂમાબૂમ કરી નાખતા આસપાસમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા જેથી હુમલાખોરો નાસી છૂટ્યા હતા અને જતાં જતાં ધમકી આપી ગયા કે તું હવે અમારી વચ્ચે આવજે ની નહીં નહિતર તને મારી નાખશું. અમીનભાઇ પર થયેલા હુમલામાં અમિતભાઈ ને અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ છે અમીનભાઇ ના બનેવીને આ વાતની જાણ થતાં તરત જ ઘટનાસ્થળે દોડી આવેલ અને અમીનભાઈ ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અમીને બનાવ અંગેનું કારણ આપતાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, અસલમ ચાકીએ મોટા પીરની બાજુમાં આવેલી સરકારી જમીન પર દબાણ કર્યું હતો તે દબાણ દૂર કરવા તેમણે કચ્છ કલેક્ટરને રજૂઆત કરેલી. જે મુદ્દે દોઢ-બે માસ અગાઉ આરોપીઓ સાથે ઝઘડો પણ થયો હતો. દબાણ અંગે કરેલી રજૂઆતની અદાવતમાં પોતાના પર જાનલેવા હુમલો થયો હોવાનું તેમણે જણાવ્યું છે.

આ બનાવ અંગે અમીને ઈસ્માઈલ હાજી લતીફ ચાકી, તેમના પુત્રો અસલમ, આસીફ, અખતર અને એક અજાણ્યા શખ્સ વિરુધ્ધ હત્યાના પ્રયાસ, મહાવ્યથા, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો તળે ભુજ એ ડિવિઝન  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

રીપોર્ટ :અબ્બાસ પટ્ટણી, ભુજ 

Post a Comment

0 Comments

close