થરાદની ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરીનો ભેદ ઉકેલી, ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી થરાદ પોલીસ

Live Viewer's is = People
થરાદ ,વાવ, માવસરી, પાલનપુરમાં થયેલ ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરીનો ભેદ ઉકેલી.. ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી થરાદ પોલીસ


               પોલીસ અધિક્ષક શ્રી પ્રદીપ સેજુળ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજયાણ સાહેબ સૂચના થી થરાદ પો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ જગ્યા એ દુકાન તેમજ દુધ ડેરીઓના તાળાં તોડી રોકડ રકમ તેમજ મોબાઈલ ની ચોરીઓ કરતી ટોળકી પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી શોધી કાઢવા આદેશ કરતાં અત્રેના પો.સ્ટે ના પો.ઈન્સશ્રી જે.બી .આચાર્ય તથા પો.સબ.ઈન્સ કે.જી.પરમાર તથા પો.સબ ઈન્સ એલ.પી.રાણા નાઓએ તથા હે.કો અશોકભાઈ સજાભાઈ પો.કો ભરતભાઈ કેશાભાઈ તથા ઉમાજી ભારાજી તથા વર્ધાભાઈ પીરાભાઈ તથા પીરાભાઈ પરસોતમભાઈ નાઓએ 

થરાદ પો.સ્ટે ફ.ગુ.ર.ન ૧૦૬/૧૯ ના કામે થરાદ માર્કેટ યાર્ડમાં આવેલ અર્બુદા શોપીગ સેન્ટર માંથી ચોરીમાં ગયેલ મોબાઈલ ની કોલ ડીટેઈલ તથા IMEI નંબર આધારે લોકેશન મેળવી વાવ તાલુકાનાં ટડાવ ગામમાંથી
(૧) પ્રકાશભાઈ ઉર્ફે બલો દેવજીભાઇ પારેગી 
(૨) પરમાર દિનેશભાઇ છગનભાઈ રહે –ટડાવ તા.વાવ 
વાળાઓને તેમજ

થરાદ પો.સ્ટે ફ.ગુ.ર.ન ૯૮/૧૯ ના કામે આરોપી 
(૧) શાંતિભાઈ પિરાભાઈ પરમાર રહે- ટડાવ તેમજ 
થરાદ પો.સ્ટે ફ.ગુ.ર.ન ૧૧૧/૧૯ ના કામે આરોપી 
(૧) હરેશભાઈ રામાભાઇ પરમાર રહે- ટડાવ તા- વાવ 
વાળાઓ ને પકડી પાડેલ અને પૂછપરછ કરતાં નીચે મુજબના ગુનાઓ કરેલાની કબૂલાત કરેલ છે.

(૧) આજ થી દશેક દિવસ ઉપર થરાદ ટાઉન માં આવેલ માર્કેટ યાર્ડ ની બાજુ માં આવેલ અર્બુદા શોપિંગ સેન્ટર માં આવેલ આશરે દશેક દુકાનો ના તાળાં તોડી શટર ઊંચા મોબાઈલ તથા રોકડ રકમ ની ચોરી તથા 
(૨) આજ થી પાંચેક દિવસ ઉપર ભોરોલ ગામે આવેલ દૂધ ડેરી ના તાળાં તોડી તેમાથી એક લેપટોપ તથા ઘી ના ડબ્બા ની ચોરી તથા
 (૩) આજથી બારેક દિવસ ઉપર જામપુર તથા ગડસીસર તા- થરાદ ગામે આવેલ દૂધડેરીના તાળાં તોડી ચોરી કરેલ તથા 
(૪) આજથી પંદર દીવસ ઉપર વાવ બજાર માં આવેલ બે મોબાઈલ ની દુકાનો ના તાળાં તોડી મોબાઈલો ની ચોરી 
(૫) આજથી એક મહિના ઉપર ઢીમા ગામે આવેલ દૂધ ડેરી ના તાળાં તોડી એક લેપટોપની ચોરી તથા 
(૬) આજથી એક મહિના ઉપર આછુવા ગામે આવેલ દૂધ ડેરી ના તાળાં તોડી ચોરી કરવાની કોશિશ કરેલ તથા 
(૭) આજ થી મહિના ઉપર દૂધવા ગામે આવેલ દૂધ ડેરી ના તાળાં તોડી ચોરી કરવાની કોશિશ કરેલ તથા 
(૮) આજ થી મહિના ઉપર ટડાવ તા- વાવ ગામે આવેલ જૈન મંદિર ના તાળાં તોડી દાનપેટી તોડી રોકડ રકમ ની ચોરી કરેલ તથા
 (૯) આજથી મહિના પહેલા કરબૂણ તથા વાઘાસણ ગામે દૂધ ડેરી ના તાળાં તોડી ચોરી કરેલ તથા 
(૧૦) આજથી મહિના પહેલા પાનેસડા તથા વજીયાસરા ગામે દૂધ ડેરીના તાળાં તોડી ચોરી કરેલ તથા 
(૧૧) આજથી મહિના પહેલા પાલનપુર બસ સ્ટેન્ડ પાસે કોમ્પેલક્ષ માં દુકાનના તાળાં તોડી ચોરી કરેલ તથા 
(૧૨) આજથી ત્રણ મહિના પહેલા ચોટીલ ગામે દૂધ ડેરી ના તાળાં તોડી ચોરી કરેલ 
(૧૩) આજથી મહિના પહેલા બાલુદ્રી ગામે દૂધ ડેરી ના તાળાં તોડી ચોરી કરેલની કબુલાત કરતા થરાદ વાવ માવસરી પાલનપુર શહેરના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી વધુ તપાસ હાલમાં ચાલુમાં છે.

રીપોર્ટ : વસરામ ચૌધરી, થરાદ

Post a Comment

0 Comments

close