સિહોર પાલિકા દ્વારા ગોતમેશ્વર મંદિર ના વિસ્તારોમાં મેળા માટે ની પ્લોટ ફાળવણી કરાઈ.

Live Viewer's is = People
જન્માષ્ટમી ના પૂર્વ તૈયારી સાથે સિહોર પાલિકા દ્વારા ગોતમેશ્વર મંદિર ના વિસ્તારોમાં મેલા માટે ની પ્લોટ ફાળવણી કરાઈ.

 આજ રોજ સિહોર નગરપાલિકા દ્વારા તા ૨૪/૦૮/૨૦૧૯ શનિવાર ના રોજ સિહોર ના ઐતિહાસીક અને પૌરાણિક એવા ગોતમેશ્વર મહાદેવ ખાતે જન્માષ્ટમી નો મેળો સવાર થી સાંજ સુધી આ મેળો યોજાશે જે સાથે પાલિકા દ્વારા તમામ સુવિધાઓ પુરી પાડવા આગોતરા આયોજન કરવામાં આવેલ. આ સાથે આ જન્માષ્ટમી ઉત્સવ સાથે વિવિધ સ્ટોલ માટે અંદાજે ૯૦ થી વધુ પ્લોટ ફાળવી તે વિસ્તારમાં ખાણીપીણી, રમકડાં, ઠંડપીણાં ના સ્ટોલ માટે પાલિકા દ્વારા નકકી કરેલ ફી વસૂલી ફાળવવામાં આવેલ છે. અને વિવિધ સંસ્થાઓ દ્વારા પાણી પરબ સહિત સેવાકીય સંસ્થાઓ સેવા આપશે. આ સાથે નાગરિક સુવિધાઓ ઓ માટે લાઉડ સ્પીકર સાથે માહિતીઓ ની સુવિધા સાથે અકડે ઠાઠ સાથે સિહોર પોલીસ સ્ટેશન ના ઇનચાર્જ .પો.ઈ. પી આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ ચુસ્તપણે બનદોબસ્ત સાથે ડી .સ્ટાફ.પોલીસ જવાનો હોમગાર્ડ, જી આર ડી .ટ્રાફિક બ્રિગેડિયન ૧૮૧ મહિલા પોલીસ સહિત આ સેવા બજાવશે. અને ચુસ્ત ટ્રાફિક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બેફામ વાહન ચાલકો, અને  ૩ સવારી બાઇક ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વાહનના તમામ કાગળો સાથે રાખવા, અનેે વાહનચાલકો ને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખીને વાહનો ચલાવવા  તંત્ર દ્વારા ખાસ સૂચના આપવા માં આવી છે અને ગેરકાયદેસર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  તો વાહનચાલકો આ બાબતે તંત્ર ને સહકાર આપવા જણાવેલ

રિપોર્ટર : સૈયદ રજાકશા, ટોડિયા

Post a Comment

0 Comments

close