સામખીયાળી ગામે ૩૭૦, અને ૩૫ (એ) કલમ હટાવવા ની ખુશી રાસોત્સવ થી મનાવી

Live Viewer's is = People
"સામખીયાળી ગામે ૩૭૦, અને ૩૫ (એ) કલમ હટાવવા ની ખુશી રાસોત્સવ થી મનાવી"


      અસંખ્ય બલીદાનો બાદ મળેલી આઝાદી ને આજ પુર્ણ બનાવી દેશના જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબ અને લોકલાડીલા ગ્રુહપ્રધાન શ્રી અમીતભાઈ શાહ ની દ્ઢ નિર્ણય શક્તિ ના કારણે આજે દેશના મુગટ સમા કાશ્મીર પર ત્રિરંગા ની કલગી લગાવી ને ૭૦ વર્ષ થી લટકી રહેલા પ્રશ્ન ને હલ કરી દેશના લોકો ની અપેક્ષા ને પુર્ણ કરી છે ત્યારે આ પ્રસંગને ઉત્સવ બનાવી સામખીયાળી ગામના તમામ અગ્રણી ઓ અને ગ્રામજનો એ રાસોત્સવ અને ફટાકડા ફોડી હર્ષ મનાવ્યો હતો.

       છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર બાબતે સર્જાયેલા રહસ્ય ના જાળાં ઓ ને ખોલી નાખી ને ઈતિહાસ જેના એક એક પગલા ને ઉત્સુકતા થી જોઈ રહ્યો છે એને એક સુવર્ણ પૂષ્ઠ ઉમેરવા નો મોકો આપનાર દેશના વડાપ્રધાન શ્રી અને ગ્રુહપ્રધાન શ્રી એ દેશે એમના માં મુકેલા વિશ્ચાસ ને યથાર્થ ઠેરવી દ્રઢ ઈચ્છા શક્તિ નો દેશને પરચો આપ્યો છે, ત્યારે સામખીયાળી ગામે પણ દરેક ભારતીય ની સાથે ગજ ગજ છાતી ફુલાવી ને સામખીયાળી જુના બસ સ્ટેન્ડ, કચરાબાપા સર્કલ પાસે ભવ્ય ઉજવણી કરી હતી.

        આ પ્રસંગે સામખીયાળી ગામના અગ્રણીઓ જીલ્લા ભાજપ અગ્રણી માજી સરપંચ અમરાભાઇ બાળા, તાલુકા પંચાયત શાશક પક્ષના નેતા વિક્રમભાઇ કોળી, તાલુકા પંચાયત સદસ્ય હરીભાઇ હેઠવાડીયા, માજી સરપંચ જગદીશ મારાજ, ભચાઉ તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કર, ગ્રામ પંચાયત સદસ્યો જેરામભાઈ બાળા, કાનજીભાઈ બાળા, અબ્દુલભાઇ રાઉમા, જેરામભાઈ કોળી, વાલજીભાઇ બાળા, ભ્રહ્મ સમાજના વાસુદેવભાઇ મારાજ, પ્રજાપતિ કનુભાઈ, યુવા દેશ ભક્તો જયદિપ દવે, મહેશ દિનેશભાઈ ઠક્કર, રાજેશ બાળા, ભરત સુથાર, દેવ કોળી, રોહન મારાજ, ભરત નરસી મારાજ વિગેરે એ હાજર રહી ખુશી મનાવી હતી.

રીપોર્ટ : ગની કૂંભાર, ભચાઉ 

Post a Comment

0 Comments

close