પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રા ને ખીલ ખિલાટ નું લોકા પર્ણ કરવામાં આવ્યું

Live Viewer's is = People
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રા ને ખીલ ખિલાટ નું લોકા પર્ણ કરવામાં આવ્યું.જે અંતર્ગત નેત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા આ મુજબ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલો મુકવામાં આવ્યો હતો.


જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમ કુમાર કન્નર સાહેબ, જિલ્લા એપેડેમીક અધિકારી ડૉ.અરુણ કુમાર કુર્મી સાહેબ,નખત્રાણા તાલુકા ઉપપ્રમુખ જોસનાબા જાડેજા,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.કે.પ્રસાદ સાહેબ,જિલ્લામાં થી આરોગ્ય મહા મંડળ પ્રમુખ હરિભાઈ જાટિયા, ઉપ પ્રમુખ ક્રિષ્નાબા જાડેજા, ડી.આઈ.સી મુરુભા જાડેજા જિલ્લા 108, કોઓડિટર્નર, જિલ્લા ખીલ ખિલાટ કોઓડિટર્નર, જિલ્લા માં માંથી મેડીકલ ઓફિસર નેત્રા ડૉ.હેતલ બેન નકુમ, તાલુકા મલેરિયા સુપરવાઈઝર આર.બી. નાઇ,તાલુકા ટી.બી.સુપરવાઈઝર જયેશભાઇ, નેત્રા સેજા આંગણવાડી સુપરવાઈઝર, નેત્રા સરપંચ ગોવિંદ ભાઈ, ઉપસરપંચ વિનોદભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, નેત્રા મુસ્લિમ યુવા સમિતિના પ્રમુખ હારૂન ભાઇ કુંભાર, હાજી ફકીર મામદ કુંભાર સામાજીક અગ્રણી તથા નેત્રા પી.એચ.સી નો સ્ટાફ ભાઈઓ તથા બેનો, આશા બેનો, આંગણવાડી બેનો એ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી. હારૂન ભાઈ કુંભારે નેત્રા દવાખાના માં ખુટતો સ્ટાફ અને એમ.બી.બી.એસ. ડૉક્ટર, તેમજ ૨૪ કલાક નર્સ ની ખોટ છે તેવી રજુવાત જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમ કુમાર કનર સાહેબ ને કરી હતી, સાહેબ શ્રી ડો. પ્રેમ કુમાર ખાતરી આપી હતી કે દવાખાના ખુટતો સ્ટાફ જલ્દીથી પુરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી

કાર્યક્રમ નું ઉઘબોધન તથા આભારવિધિ ઇન્ચાર્જ સુપરવાઈઝર મુકેશભાઈ શ્રીમાળી દ્રારા કરવામાં આવ્યું હતું.

આયોજન ની વ્યવસ્થા કંચન બેન રામ, એચ.બી.જાડેજા તથા હરેશભાઇ ભટી દ્રારા કરવામાં આવી હતી. તેવું નેત્રા મુસ્લિમ યુવા સમિતિના પ્રમુખ હારૂન ભાઈ કુંભાર જણાવ્યું હતું 

રિપોર્ટ સૈયદ રજાકશા ટોડીયા

Post a Comment

0 Comments

close