માધાપર નળવાળા સર્કલ પાસે ચોરાઉ ડીઝલ સાથે એક વ્યક્તિ ઝડપાયો

Live Viewer's is = People
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડિઝલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ

  
પોલીસ મહાનિરીક્ષકશ્રી, ડી.બી.વાધેલા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબ, પશ્ચિમ કચછ-ભુજનાઓની સુચના મુજબ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરાના મર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પેટ્રોલીંગ ફરતા-ફરતા માધાપર નળવાળા સર્કલ પાસે આવતા ખાનગી રાહે ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, કાસમશાહ પીરની દરગાહ પાસે પુલીયાની બાજુમાં આવેલ ઓરડીમાં ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલના કેરબા ભરેલા પડેલ છે, અને અમુક ઇસમો આ ડીઝલનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જેથી મળેલ બાતમી હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગાએ આવતા બહારના ભાગે એક સફેદ કલરની મહીન્દ્રા પીકઅપ જીપ પડેલ તેની બાજુમાં ચારેક ઇસમો કંઇક હરકત કરતા જોવામાં આવતા પોલીસ સ્ટાફને જોઇ નાશવા લાગેલ, જે ચાર ઇસમો પૈકી પકડાઇ ગયેલ ઇસમ આમદ ઉર્ફે ભાભો સીધ્ધીક સમા, ઉ.વ.૨૩, રહે.નાનાદિનારા (ખાવડા), તા.ભુજ વાળો હોવાનું જણાવેલ જેને સાથે રાખી પીકઅપ જીપમાં પાછળના ઠાઠામાં તપાસ કરતા કેરબા નંગ-૨ મળી આવેલ જે બંન્ને કેરબામાં આશરે ૩૫-૩૫ લીટર ડીઝલ હોઇ જે અંગે મજકુરને પુછતા જણાવેલ કે, પોતાના ગામના ભખર રમજાન સમા, તથા રશીદ ઉર્ફે વલો દેશર સમા સાથે મળી બે દિવસ પહેલા રાત્રીના માધાપર જુનાવાસ, પ્રભુનગર મધ્યે બે ટેમ્પામાંથી ચોરી કરેલ જે ડીઝલ આજરોજ તેઓ નાના વરનોરાના એક ઇસમને વેંચવાના હોઇ જે આ પીકઅપ ગાડીમાં વેંચાણ અર્થે આપતા હતા તે દરમ્યાન પોલીસ આવી જતા વાહન ચાલક તથા પોતાની સાથેના ભખર રમજાન સમા તથા રસીદ ઉર્ફે વલો દેશર સમા નાશી ગયેલાની કબુલાત કરતા જે અંગે ખરાઇ કરતા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪૨/૨૦૧૯, આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય મજકુરના કબ્જામાંથી ડીઝલ લી.૭૦, કિ.રૂા.૪,૯૦૦/- તથા એક મહિન્દ્રા કંપનીનુ પીકઅપ જીપ નં.GJ-01-UU-8672 કિ.રૂા.૧,૦૦,૦૦૦/- ગણી એમ કુલે કિ.રૂા.૧,૦૪,૯૦૦/- ના મુદામાલ સાથે મજકુર આમદ ઉર્ફે ભાભો સીધ્ધીક સમા, ઉ.વ.૨૩, રહે.નાનાદિનારા,(ખાવડા), તા.ભુજ વાળાને સી. આર. પી. સી. કલમ-૪૧(૧) (આઇ) મુજબ અટક કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

રીપોર્ટ :અયાઝ સિદીકી, ભુજ


Post a Comment

0 Comments

close