ખોંભડી મોટી ગામે જુગાર ધામ પર ધાણીપાસા રમતા નવ શકુની ઝડપાયા

Live Viewer's is = People


નખત્રાણા પોલીસ સ્ટેશન પી એસ આઇ જી કે ભરવાડ રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન નખત્રાણા તાલુકાના ખોંભડી મોટી ગામે વેશભૂષા અને ભવાયા નો પ્રોગ્રામ ચાલુ હતો ત્યારે બીજી બાજુ દરિયાસ્થાન ના ગ્રાઉન્ડમાં જુગારધામ ધમધમ તો હતો રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ચુસ્ત બાતમીના આધારે નખત્રાણા પી.એસ.આઈ જી કે ભરવાડ અને તેમની ટીમ રાત્રિના બે વાગ્યાના સમય દરમિયાન રેડ નાખતા ખોંભડી  મોટી ગામે જુગાર ધામ પર ધાણીપાસા રમતા નવ શકુની ઝડપાયા 

આરોપી 


(૧) અનિરુદ્ધસિંહ ઇન્દ્રસિંહ જાડેજા ઉમર વર્ષ 39,  
(૨) નવીન ઉર્ફ આનંદ નારણભાઈ ગોસાઈ ઉમર વર્ષ 38, 
(૩) શિવ ભદ્ર અજીતસિંહ જાડેજા વર્ષ ૩૪, 
(૪) સુમન રમજાન રાયમા ઉંમર વર્ષ 40, 
(૫) મિતેશ કાંતિલાલ ચૌહાણ ઉંમર વર્ષ 19, 
(૬) હરિશ્ચંદ્ર સિંહ વધુભા જાડેજા ઉમર વર્ષ 26,
(૭) જીગર દીનેશ દરજી ઉંમર વર્ષ 31,
(૮) વિક્રમસિંહ ભોજુભા સોઢા, 
(૯) અલ્પેશ કિર્તીભાઈ ચાવડા રહે મોટીખાવડી તાલુકો નખત્રાણા

ટોટલ મુદ્દામાલ ૨૨,૦૦૦ સાથે નવ શકુનિઓ ધાણીપાસા જુગાર રમતા ઝડપાયેલા હતા નખત્રાણા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જી કે ભરવાડ એ.એસ.આઇ રુદ્રસિંહ અને તેમની ટીમ રાત્રિના સમય દરમિયાન આ જુગારધામ જાલી હતી છેલ્લા આઠ દિવસમાં નખત્રાણામાં ત્રીજી જુગારધામ જલાણી પ્રથમ રોહા સુમરી ઝાડીઓમાં રમતા હતા ત્યારબાદ કોટડા જડોદર જાહેરમાં ધોળા દિવસે રમતા હતા ત્યારબાદ આજરોજ ખોંભડી મોટી ગામે રાત્રીના બે વાગ્યા ના સમય દરમિયાન નવ શકુનીઓ ને  ઝડપી પાડ્યા હતા વધુ તપાસ એ એસ આઈ રુદ્ર સિંહ ચલાવી રહ્યા છે

રીપોર્ટ : જયંતિલાલ વાઘેલા, નખત્રાણા 

Post a Comment

0 Comments

close