ઓલ ઇન્ડિયા SC.ST OBC. માઇનોરીટીસ મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા ગામ હસ્તકલા નગર અંજાર તાલુકા ખાતે ૧૫ ઓગસ્ટ ના દિવસે ૭૩મા સ્વતંત્રતા દિવસ ની ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો
ભારત દેશની આઝાદી નો પૂર્વ એટલે ૧૫ ઓગસ્ટના દિવસે બધા ભારતવાસીઓને સ્વતંત્ર દિવસ ની હાર્દિક શુભકામના આપવામાં આવી અને ધ્વજ વંદન કરીને ભારત દેશના તિરંગાને સલામી આપવામાં આવી અને ભારત દેશ માટે શહીદ થયેલા અનેક વીર પુરુષો તેમજ ભગત સિંહ સુખદેવ રાજગુરુ અને આધુનિક ભારતના નિર્માતા ડો બાબાસાહેબ આંબેડકર ના સંવિધાનને યાદ કરવામાં આવ્યું અને જે બાબા સાહેબે ભારત દેશ માટે આપેલ યોગદાન વિશે પ્રવચન કરવામાં આવ્યું હતું.
તેમજ સર્વ ભારતીય નાગરિકોને સ્વતંત્ર દિવસ અને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC.ST.OBC માઇનોરીટીસ મહાસંઘ ના કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઇ ઉફ હમીરભાઇ શામળિયા રૂપાભાઈ શામળિયા બાબુભાઈ પરમાર વિક્રમભાઈ કાગી અરવિંદભાઇ કાગી સુનિલભાઈ ડુંગરિયા વિજયભાઈ કાગી કાનજીભાઈ પી પરમાર હિરજીભાઈ શામળિયા બીજલ ભાઈ પૂજા લોચા નીમેરી ભાઈ ગરવા ભીમજીભાઇ લોચા રામજી ભાઈ લોંચા દક્ષ કુમાર ભારમલ શામળિયા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
0 Comments