પુર્વ IPS સંજીવ ભટ્ટ અને હાર્દિક પટેલે બનાવ્યો રક્ષાબંધન પ્લાન

Live Viewer's is = Peopleપુર્વ IPS સંજીવ ભટ્ટ અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે આગામી રક્ષાબંધન પર્વને લઇ તૈયારીઓ કરી છે. ચોક્કસ પ્લાનના ભાગરૂપે અનેક બહેનો રાખડી બાંધવાની હોઇ પાલનપુર જેલમાં ગોઠવણી કરવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, પુર્વ IPS સંજીવ ભટ્ટને પાંચ-દસ નહિ પરંતુ 300 બહેનો રાખડી બાંધવાની છે ત્યારે બુધવારે હાર્દિક પટેલ સમગ્ર કાર્યક્રમનો હિસ્સો બનવાનો છે.

રક્ષાબંધન પર્વને લઇ બનાસકાંઠાની પાલનપુર જેલમાં ભાઇ-બહેનનો પ્રેમ સામે આવશે. જેલમાં બંધ પુર્વ IPS સંજીવ ભટ્ટને મળવા પાસ નેતા હાર્દિક પટેલ આવવાનો હોઇ રક્ષાબંધન પુર્વેની તૈયારીઓ શરૂ થઇ છે. અનેક કેસોનો સામનો કરતા પુર્વ IPS સંજીવ ભટ્ટને દેશવિદેશમાંથી 25 હજારથી પણ વધુ રાખડીઓ આવી હોવાની વાત સામે આવી છે. આથી જેલમાં જ રક્ષાબંધન ઉજવવાનું નક્કી કરતા હાર્દિક પટેલ પણ જોડાશે. હાર્દિક પટેલે કહ્યું હતુ કે, સંજીવ ભટ્ટને મળવા પોલીસ અને તંત્ર અમોને સહયોગ આપે તેવી આશા છે.

Post a Comment

0 Comments

close