કચ્છમાં ફરી ઝડપાયો એક કરોડનો ડ્રગ્સ. હજુ 28 તારીખના દિવસે બે શખ્સો નાદિર અને ઉમરને ડ્રગ્સ સાથે ઝડપાયા હતા ત્યારે આજે રોજે થોડા કલાકો પહેલા મસ્કા ની પાણીની ટાંકી પાસેથી ઈમરાન નામના શખ્સને પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો અને તેની પાસેથી અંદાજે એક કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયો હતો પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી એ મસ્કા પાસે વોચ ગોઠવી ઇમરાન નામના શખ્સને એક કરોડનાં ડ્રગ્સ સાથે ઝડપી પાડયો છે આમ થોડાક દિવસોમાં કચ્છમાં અન્ય આરોપી ઝડપાતાં કચ્છમાં બે કરોડ રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી નો મામલો સામે આવ્યો છે ઝડપાયેલા શખ્સની આકરી પૂછપરછ કરતા તેણે નાદિર અને ઉંમરે ડ્રગ્સ વેચવા આપવાનું કબૂલ્યું હતું
0 Comments