થરાદ કેનાલો માં પાણી છોડતાં માઇનલ કેનાલો માં ગાબડાં ચોથાનેસડા માઇનોલ માં ચોટીલ ટડાવ ગામની સીમમાં 20ફુટ ગાબડું પડતાં ખેડૂતો ના ખેતર ભરાયા
પાણી માટે તરસી રહેલા ખેડુતોની પાણી આપવાની માંગણીઓ વચ્ચે સરકાર દ્રારા પાણી છોડાતાં જ થરાદ વાવ તાલુકામાં નહેરો તુટવાનો સિલસિલો યથાવત રહેતાં આજે થરાદની ચોથાનેસડા માયનોર માં ચોટીલ ટડાવ ગામની સીમમાં સવાર તૂટી હતી.આ નહેરમાં ગાબડું પડતાં પાણી વેડફાયું હતું.સરકાર દ્રારા ખેડુતોની પરિસ્થિતીને સમજીને પાક ને બચાવી શકે તે માટે અષાઢી બીજના દિવસે પાણી છોડવાની જાહેરાત કરી હતી ત્યારે આજે ચોથાનેસડા માયનોર નહેરોમાં પાણી પણ છોડવામાં આવ્યું હતું.પરંતુ જાણે તુટવા માટે જ બની હોય એમ થરાદની નબળું બાંધકામ ધરાવતી થરાદની ચોથાનેસડા માયનોર નહેર પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે ચોટીલ ટડાવ વચ્ચે 20 ફુટ જેટલું ગાબડું પડી ગયું હતું અંગે ખેડુતોએ જણાવ્યું હતું કે આ માઇનોલ કેનાલ ચોથી વખત ટુટી છે અને તેને રીપેરીંગ કરવામાં આવે છે પણ અવરનવર કેનાલ ટુટી જાય છે અને ખેતરો પાણી થી ભરાઇ જાય છે અને પાણીનો પણ વેડફાટ થવા પામ્યો હતો. નોંધનીય છેકે સરકાર દ્રારા ખેડુતોના હિતમાં બનાવવામાં આવેલી માયનોર નહેરો તેમાં પાણી છોડવાની સાથે જ તુટવાની પણ શરૂ થઇ જાય છે.આથી છેવાડાના ખેડુતોની હાલત પાણી હોય કે ન હોય ઠેરના ઠેર જેવી રહેતી હોય છે. આથી પાણી માટે ટળવળતા ખેડુતોએ રોષ પ્રકટ કર્યો હતો.
0 Comments