થરાદ ના રાહ ગામે થી નીકળતી સુજલામ સુફલામ ની કેનાલ ખેડૂતો માટે હેરાનગતિ

Live Viewer's is = People

થરાદ ના રાહ ગામે થી નીકળતી સુજલામ સુફલામ ની કેનાલ ખેડૂતો માટે હેરાનગતિ દર ચોમાસામાં ટુટતો માગૅ ખેડૂતો અને બાળકો હેરાન જોવો શું કહે છે ખેડુત 



ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના દ્વારા કાચી કેનાલ બનાવવામાં આવી છે આ કેનાલમાં માત્ર એકવાર ખેડૂતો એ પાણી જોયું છે અત્યારે થરાદ ના પૂવૅ વિસ્તારમાં પાણી ના તળ ઉડા જઇ રહ્યા છે ત્યારે માત્ર ખેડૂતો ના આસરા સમાન સુજલામ સુફલામ કેનાલ પર છે ત્યારે એ પણ કોરી છે અને ત્યાં ના ખેડૂતો ના માથા ના દુખાવા સમાન બની ગઇ છે કેનાલ બનાવવા આવી છે પણ કોઈ માપ કે સવૅ નંબર વગર આડા અવળી બનાવવામાં આવી છે અને ખેડૂતો ની જમીન કાપવા આવી છે જયારે ત્યાં ના ખેડૂતો ને પોતાના રહેઠાણ જવા માટે રસ્તો પણ બરોબર નથી દર ચોમાસામાં તેને રીપેરીંગ કરવામાં આવે છે તે પણ માત્ર દેખાવ પૂરતો જયારે ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટ અને કેનાલના અધિકારીઓ ને કેવામા આવે કે રસ્તો કેમ આવી રીતે બનાવો છે ત્યારે અધિકારીઓ દ્વારા ખેડૂતો ને દબાવવા માં આવે છે કે વધારે કંઈ કેહશો તો ફરીયાદ કરીશું અમે ત્યારે આ ખેડૂતો દ્વારા રાજકીય નેતાઓ ને મૌખિક અનેક વખત રજૂઆત કરી પણ પરીણામ શૂન્ય 

સુજલામ સુફલામ ની કેનાલની બાજુ એક પ્રાથમિક શાળા આવેલ છે ત્યાં બાળકોને ચોમાસામાં ભણવા જવું એક જોખમ રૂપી છે જયારે ચોમાસું બેસે અને એક વરસાદ પડે અને કેનાલ પર નો રસ્તો ટુટી જાય છે અને સુજલામ સુફલામ માં રાહ ગામમાં પસાર થતી રેલ નદી નું પાણી સુજલામ સુફલામ માં પડે ત્યારે તે કેનાલ ટુટી જાય છે અને ખેડૂતો ના ઉભા પાક ને સાફ કરી નાખે છે બાળકો શાળામાં કેવી રીતે જાય તે પણ ત્યાં ના રહીશોએ તંત્ર ને રોડ બાબતે રજૂઆત કરી પણ કોઈ સાભળતુ નથી ત્યાં ના ખેડૂતો દ્વારા જણાવ્યું કે અમારી જમીન કેનાલ દ્વારા દબાણ કરવા માં આવે છે જો ખેડૂતો કહે તો ત્યાં નો કેનાલ પર નો સુપરવાઈઝર પણ ખેડૂતો ને દબાણ આપે છે અને કહે છે કે તમારા થી જે કંઈ થાય તે કરી લો હવે તો સરકારી બાબુઓ પણ આવી દાદાગીરી કરતા થઇ ગયા તો ખેડૂતો કોને કહેશે જયારે આજે અંતે ખેડૂતો એ મીડિયા નો સહારો લીધો કયારે ખેડૂતો ને ન્યાય મળશે કોને રજૂઆત કરે તો ન્યાય મળે એ પણ ખેડૂતો માટે વિચારવા જેવું છે 


વસરામ ચૌધરી થરાદ બનાસકાંઠા

Post a Comment

0 Comments

close