થરાદના ભાપીના ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા,ટેન્કર આવતા ગામ લોકો પાણી માટે પડાપડી કરે છે

Live Viewer's is = People

થરાદના ભાપીના ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા,ટેન્કર આવતા ગામ લોકો પાણી માટે પડાપડી કરે છે


જળ એ જીવન છે અને જળ નહીં હોય તો જીવીશું કેમ

      થરાદ તાલુકાના ભાપી ગામમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામી છે. જેના કારણે લોકોને પાણી માટેનર્મદા કેનાલ કે ખેતરોમાં આવેલા બોર સુધી પાણી ભરવા માટે રજળપાટ કરવો પડવાની નોબત આવી છે. જેની વચ્ચે સોમવારે ટેન્કર આવતાં ગ્રામજનો પાણી માટે પડાપડી કરતા જોવા મળ્યાં હતાં.તંત્ર દ્રારા તાકીદે નવી પાઇપો નાખી અથવા તો નાંખવામાં આવેલી પાઈપમાં ફસાયેલા મુળીયાં બહાર કાઢીનેવહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ગ્રામજનો માં સમસ્યા ને લઈ ને રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે.

રીપોર્ટ : વસરામ ચૌધરી થરાદ

Post a Comment

0 Comments

close