પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાના ધર્મપત્નીનું નિધનઃ શનિવારે માંડવીમાં અંતિમયાત્રા

Live Viewer's is = People
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કચ્છના માંડવીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલાં સુરેશભાઈ મહેતાના ધર્મપત્ની ઈન્દિરાબેનનું 79 વર્ષની વયે નિધન થયું છે.  


સદગત ઈન્દિરાબેન પતિ સુરેશભાઈ, પુત્ર નિહાર, પુત્રવધૂ અને બે પૌત્રોને વિલાપ કરતાં મુકી ગયાં છે. ઈન્દિરાબેન કેન્સરની બીમારીથી પીડાતાં હતા અને છેલ્લાં થોડાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં ICCUમાં સારવાર હેઠળ હતા.
આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. મહેતા પરિવારના અંતરંગ વર્તુળોના જણાવ્યા મુજબ સદગતની અંતિમ ઈચ્છા અનુસાર તેમના અંતિમ સંસ્કાર માંડવીમાં જ કરાશે. આવતીકાલે સવારે 8 વાગ્યે માંડવીમાં બાબાવાડી ખાતે આવેલા નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે. પ્રાર્થનાસભા પણ માંડવીના નિવાસસ્થાને જ રાખવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, સુરેશભાઈ મહેતા 1995-1996માં ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે.

Post a Comment

0 Comments

close