સરકારી વિનિયન કોલેજ ભાભર ખાતે ભારતીય બંધારણ વિષયનું વ્યાખ્યાન યોજાયું

Live Viewer's is = People

સરકારી વિનિયન કોલેજ ભાભર ખાતે ભારતીય બંધારણ વિષયનું વ્યાખ્યાન યોજાયું

              ભાભરની સરકારી વિનયન કૉલેજ ખાતે ગતરોજ ઈતિહાસ વિભાગ અને ઉદ્દીશા પ્રકલ્પના સંયુક્ત ઉપક્રમે  'ભારતીય બંધારણ' વિષયનું વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વ્યાખ્યાનનું આયોજન કૉલેજના આચાર્ય શ્રી ડૉ. વિષ્ણુપ્રસાદ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ સંયોજક ઈતિહાસ વિભાગના પ્રોફેસર પ્રકાશકુમાર સુથાર દ્વારા કરવામાં આવ્યુ હતું. 
        આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલ વિષ્ણુપ્રસાદ સાહેબ અને પ્રાધ્યાપક રમેશભાઈ પટેલ સાહેબે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં ઈતિહાસની વિદ્યાર્થીનીઓ જાગૃતિબેન સુથાર, કાજલબેન દેસાઈ અને હકીબેન ઠાકોરે પ્રાર્થનાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વ્યાખ્યાનના મુખ્ય વકતા શ્રી એ. ડી. ચૌહાણ સાહેબે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભારતીય બંધારણનું વૈવિધ્ય સભર વ્યાખ્યાન આપ્યુ હતુ. કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોફેસર પ્રકાશભાઈ સુથારે અને આભારવિધી પ્રોફેસર નરેશભાઈ જોશીએ કરી હતી. આ કાર્યક્રમના વ્યાખ્યાનમાં પ્રિન્સિપાલ ડૉ. વિષ્ણુપ્રસાદ રાવલ, પ્રાધ્યાપક રમેશભાઈ પટેલ, કલાર્ક ગણપતભાઈ પઢીયાર, જશપાલ રાઠોડ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વસરામ ચૌધરી થરાદ

Post a Comment

0 Comments

close