અમરેલી જિલ્લામાં પર્યાવરણીય હિત અને લોકજાગૃતિ માટે ૨૬ જુલાઈ આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ દિવસ તમામ શાળાઓમાં ઉજવવા

Live Viewer's is = People
અમરેલી જિલ્લામાં પર્યાવરણીય હિત અને લોકજાગૃતિ માટે ૨૬ જુલાઈ આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ દિવસ તમામ શાળાઓમાં ઉજવવા માંગ


રાજુલા તાલુકાના વિકટર નાં યુવા આગેવાન અને સામાજિક કાર્યકર તથા દરિયાકાંઠાના પર્યાવરણીય હિત માટે કાયદાકીય લડતા અજય શિયાળ દ્વારા અમરેલી જિલ્લા કલેકટર, ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર,વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર તથા દરિયાકાંઠાના જીલ્લા કલેકટર ને પત્ર લખીને જણાવ્યું હતું કે દર વર્ષે ૨૬ જુલાઈ નાં રોજ સમગ્ર વિશ્વમાં આંતર રાષ્ટ્રીય મેન્ગ્રુવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મેન્ગ્રુવ (ચેર) ના વૃક્ષો અનેક રીતે ઉપયોગી દરિયાઇ વનસ્પતિ છે દરિયાઇ જીવસૃષ્ટિ પોતાના ઈંડા અને બચ્ચા નો ઉછેર આ મેન્ગ્રુવના વૃક્ષોમાં કરતા હોય છે દરિયાના મોજાની ગતિને નિયંત્રિત કરવાનું કામ પણ આ વૃક્ષોના જંગલો કરે છે દરિયાઇ પાણીનાં કારણે ફળદ્રુપ જમીનમાં આગળ વધતા ક્ષારના પ્રમાણને અટકાવે છે દરિયાઇ સુરક્ષા પાળા તરીકે આ વનસ્પતિ કામ કરે છે દરિયાકાંઠે વસતાં પશુપાલકો પોતાના પશુઓને આ વૃક્ષોના પાંદડાંને પશુઓને ચારા તરીકે પણ આપે છે દુષ્કાળ સમયે પશુપાલકો માટે આ વૃક્ષો આશીર્વાદ સમાન છે શિયાળા દરમિયાન દરિયાકાંઠે આવતા વિદેશી યાયાવર પક્ષીઓ પણ આ વૃક્ષોમાં આશય લેય છે એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ મેન્ગ્રુવ વૃક્ષો પ્લાસ્ટિકનો નાશ કરવામાં પણ ઉપયોગી છે

રિપોર્ટ યોગેશ કાનાબાર રાજુલા 

Post a Comment

0 Comments

close