ઉના ના નવાબંદર નજીક યુવાન ની હત્યા બાદ મામલો બીચકયો.

Live Viewer's is = Peopleઉના ના નવાબંદર નજીક યુવાન ની હત્યા બાદ મામલો બીચકયો. પરિવારજનો એ મૃતદેહ સ્વીકારવાની ના સાથે ચકાજામ કર્યો આખરે પોલીસે મામલો થાળે પાડ્યો.

ઉના ના નવાબદર ગામે રહેતા 35 વર્ષીય રમેશ ભગવાન સોલંકી ની આજે વહેલી સવારે દેલવાડા અને નવાબંદર વચ્ચે ના ખારામાં તેમની લોહી લુહાન હાલત મા લાશ મળી આવી હતી. મૃતક ને બરબરતા પૂર્વક માથાના ભાગે પથ્થર ના ઘા જીકી બાઈક પાછળ બે કિમિ ઘસડી મોત નિપજાવ્યા નું સામે આવતા ભારે હંગામો મચ્યો હતો બીજી તરફ મૃતક ના પરિવાજનો એ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કર્યા એટલુંજ નહિ પોલીસ કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા, જો કે આખરે પોલીસે યોગ્ય કાર્યવાહી ની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો 
  જોકે જે યુવાન ની હત્યા થઈ તેનો એક સોસીયલ મીડિયા પર વિડિઓ વાઇરલ થયો છે જે વિડિઓ મા મૃતક યુવાન એક ચોક્કસ કોમ નું નામ લય અભદ્ર શબ્દો બોલે છે એટલુંજ નહિ મૃતક યુવાન ને એક ચોકસ કોમની યુવતી સાથે પ્રેમપ્રકરણ હોવાની પણ વાતો પણ વહેતી થઈ છે. તયારે હાલ ગીર સોમનાથ પોલીસે મૃતક ની ડેથ બોડી ને પીએમ મા ખસેડી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે, ક્યાંક ને ક્યાંક પોલીસ ને પણ શંકા છે કે પ્રેમ પ્રકરણ કે વાઇરલ વિડિઓ ને લય પીડિત ની હત્યા કરવામાં આવી છે. જોકે હાલ તો પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

રિપોર્ટ :-તુલસી ચાવડા,વેરાવળ

Post a Comment

0 Comments

close