નલિયાકાંડનો રીપોર્ટ વિધાનસભામાં રજૂઃ પંચ સમક્ષ પીડિતા સહિત કોઈ હાજર જ નહોતુ થયું

Live Viewer's is = People



૨૦૧૭ના વર્ષારંભે કચ્છ સહિત સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચાવનાર નલિયા સેક્સકાંડમાં રાજ્ય સરકારે રચેલા જસ્ટીસ એ.એલ. દવે તપાસપંચનો રીપોર્ટ  વિધાનસભા ગૃહમાં રજૂ થયો હતો.

જો કે, પંચ સમક્ષ ફરિયાદી મહિલા કે અન્ય કોઈ વ્યક્તિ પંચ સમક્ષ ક્યારેય હાજર જ થયા ના હોઈ પંચે રીપોર્ટમાં કોઈ વિરુધ્ધ પુરાવા ના મળ્યા હોવાનું જણાવ્યું છે. પંચે જણાવ્યું છે કે, રજૂઆત કરવા વારંવાર તક અપાઈ હતી છતાં કોઈ વ્યક્તિ હાજર થઈ નહોતી.

પંચે પોલીસ તપાસના દસ્તાવેજો જોઈ તપાસમાં કોઈ ચૂક ના રહી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ભુજની કૉર્ટમાં ચાલતી ટ્રાયલમાં ફરિયાદીએ પોતે હોસ્ટાઈલ જાહેર થઈ આવો કોઈ બનાવ બન્યો હોવાનો જ ઈન્કાર કરી દીધો હોવાનું પંચે નોંધ્યું છે. જો કે, પંચે આ ઘટના સંદર્ભે સ્ત્રી સલામતીને લગતાં કેટલાંક સૂચનો કર્યાં છે. આ સૂચનોની ભલામણ માટે મુખ્યમંત્રીએ એક કમિટિ રચી તેનો અભ્યાસ કરી તેને લાગુ કરવા કવાયત શરૂ કરી હોવાનું ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. પંચના અહેવાલમાં જણાવાયું છે કે, રીપોર્ટ તૈયાર થતો હતો ત્યારે આરોપીઓ જેલમાં હતા. ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં ભાજપના કેટલાંક હોદ્દેદારો અને નગરસેવકો પર આરોપ થતાં ભારે હોબાળો મચી ગયો હતો.

દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં પણ આરોપ નિરાધાર ઠર્યાં

અમદાવાદના મોટેરામાં આશારામના સાબરમતિ આશ્રમમાં અભ્યાસ કરતાં દિપેશ અભિષેકના અપમૃત્યુ કેસનો રીપોર્ટ પણ આજે ગૃહમાં રજૂ કરાયો હતો. જેમાં મૃત બાળકો પર કોઈ તાંત્રિક વિધિ થઈ હોવાનો ઈન્કાર કરાયો છે. મેડિકલ રીપોર્ટમાં બાળકોના મોત નદીના પાણીમાં ડૂબી જવાથી થયાં હોવાનો આધાર રજૂ કરી પંચે મૃત બાળકોના શરીરમાંથી અવયવો કાઢી લેવાયાં હોવાની બાબતને પણ નિરાધાર ઠેરવી છે.

રીપોર્ટ -કિશોર ભાનુશાલી નલીયા 

Post a Comment

0 Comments

close