તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

મુંબઈ રહેતી વિધવા બિઝનેસ વુમનની મુંદરાની વડિલોપાર્જીત વાડીમાં ગેરકાયદે પેશકદમી

— જાહેરાત (Google AdSense In-Article Top) —
વેપાર-ધંધાર્થે મુંબઈમાં સ્થાયી થયેલી મુંદરાની ભાટીયા સમાજની વૃધ્ધ મહિલાની વડિલોપાર્જીત વાડી બે શખ્સોએ ગેરકાયદેસર રીતે પચાવી પાડી દઈ વાડીમાં નુકસાન કર્યું હોવાનો બનાવ મુંદરા પોલીસ મથકે ફરિયાદરૂપે નોંધાયો છે.
મુંબઈના અંધેરી વેસ્ટમાં રહેતા કૌમુદીચરણદાસ (સ્વાલી) ભાટીયા (સ્વ. અનિલ સંપટના પત્ની)એ મુંદરાના મયૂર લખમશી પાતારીયા અને હનીફ જત તેમજ તેમના મળતીયાઓ સામે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે, પોતે વેપારધંધાર્થે મુંબઈ સ્થાયી થયેલાં છે. મુંદરાના ગદાસર (શાસ્ત્રી) મેદાન નજીક સર્વે નં.111માં તેમની ગુરુજી વાડી આવેલી છે. આ વાડીમાં તેમની રજા કે સંમતિ વગર આરોપીઓએ ગેરકાયદે પ્રવેશ કરી બાઉન્ડ્રી વૉલમાં તોડફોડ કરી છે. એટલું જ નહીં, વાડીમાં ઉગેલા ખારેક સહિતના ઝાડ પાડી નાખી, સાફ-સફાઈ કરીને રહેવા માટે નાનકડી ઓરડી પણ ચણી કાઢી છે. બનાવ અંગે પોલીસે આઈપીસી 447, 427, 452, 506, 114 સહિતની કલમો તળે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ