સગીરા પર રેપ કેસનો અઢી વર્ષે ચુકાદો… ઉદ્યોગપતિ આરોપી હજુ પકડથી દૂર…આઠને સજા

Live Viewer's is = People
સગીરા પર રેપ કેસનો અઢી વર્ષે ચુકાદો… ઉદ્યોગપતિ આરોપી હજુ પકડથી દૂર…આઠને સજા


જામનગર સેશન્સ કોર્ટે અઢી વર્ષ પહેલા થયેલા ગેંગરેપ કેસમાં છ આરોપીઓને આજીવન કેદની સજા અને સગીરાની માતા તથા બહેનને સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે….જામનગરમા ચકચાર જગાવનાર કેસનો ચુકાદો આવ્યો છે….શહેરના સીટી સી ડિવિઝન પોલીસ મથક હેઠળના અંધાશ્રમ પાસે વામ્બે આવાસ વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન નામની મહિલાએ પોતાની જ ૧૫ વર્ષની સગીરવયની પુત્રીને ધાકધમકી આપી વેસ્યાવૃત્તિમાં ધકેલી હતી.

યુવતીની માતા રૂકસાનાબેનની મોટી પુત્રી મુસ્કાને પણ પોતાની બહેનને ધમકી આપી માતાની મદદ કરી ગ્રાહકો પાસે જવા ફરજ પાડતી હતી.

અંતે સગીરાએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીની સગી માતા,બહેન અને ગ્રાહક (1)રણજીતસિંહ દશરથસિંહ જાડેજા(2)બસીર હસન સાજણ,(3) વિનોદ ઉર્ફે ભુરા(4) કિરણભાઈ જેરામભાઈ બોરીચા (6)અકબર-ગુલામ બદરમીયા(7)રૂકસાના અલી મામદ (યુવતીની માતા)(8)મુસ્કાનબેન સમાં(યુવતીની બહેન)

સમગ્ર કેસમાં ઉદ્યોગપતિ આરોપી ભાવેશ સેયાણી હજુ પોલીસ પકડથી દૂર છે…કોર્ટે ઉદ્યોગપતિ ભાવેશ શિયાણી સામે ધરપકડ વોરંટ જાહેર કર્યો છે 

સમગ્ર કેસમાં સરકારી વકીલ કોમલબેન ભટ્ટની રજૂઆત, તપાસનીશ અધિકારી, તબીબની જુબાની, દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ કોર્ટે ભોગ બનનારની આઠ આરોપીઓમાંથી માતા અને બહેનને સાત વર્ષની કેદ જયારે અન્ય છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે……

કોર્ટમાં વકીલ કોમલ ભટ્ટે 164 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી…અને વિવિધ પુરાવાને આધારે તેમજ ડોક્ટરોના રિપોર્ટને કોર્ટે ધ્યાને લીધા છે….

રીપોર્ટ કુલદીપ ભટ્ટ જામનગર

Post a Comment

0 Comments

close