તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સાઈકલને એમ્બ્યુલન્સ બનાવનાર અનેક દર્દીઓને ‘નવજીવન’ આપનાર ભુજના જેઠાલાલ મૃત્યુ પામીને પણ ‘જીવી’ ગયા.

— જાહેરાત (Google AdSense In-Article Top) —
સાઈકલને એમ્બ્યુલન્સ બનાવનાર અનેક દર્દીઓને ‘નવજીવન’ આપનાર ભુજના જેઠાલાલ મૃત્યુ પામીને પણ ‘જીવી’ ગયા.
Jethalaal Thacker


જરા લખી લ્યો, આ મારા મોબાઈલ નંબર છે, ફોન કરજો એક પણ પૈસાના ખર્ચ વગર દર્દીનું ઓપરેશન થઈ જશે, ચંધા મ કઇજા, ભલા”. આટલી વાત કર્યા પછી સામે વાળાના ચહેરા ઉપરની ચિંતા દૂર કરી, તેમના ચહેરા ઉપર સ્મિત રેલાવી અને પોતે હસતા હસતા સાઈકલને પેડલ મારીને નીકળી જાય જેઠાલાલ ઠક્કરની વાત કરવાની આ સરળતા અને તેમનો સેવાકીય ભાવ અનેક લોકોને યાદ હશે પોતાનું નિવૃત જીવન ગરીબ અને જરૂરતમંદ દર્દીઓની સેવામાં ખપાવી દેનાર જેઠાલાલ ઠકકર આપણી વચ્ચે આજે હયાત નથી ગત રાત્રે તેમનું અમદાવાદમાં હોસ્પિટલ મધ્યે દુઃખદ નિધન થયું છે જોકે, જેઠાલાલભાઈ ભલેને સદેહે આપણી વચ્ચે હયાત નથી, પણ તેમની મદદથી સાજા થનાર, નવજીવન મેળવનાર સેંકડો દર્દીઓના હૃદયમાં જેઠાલાલ ઠકકર ‘જીવે’ છે જોકે, તેમનો મીડિયાપ્રેમ હેતુલક્ષી નહીં પણ, માહિતીલક્ષી હતો,દર્દીઓની સારવારના સમાચાર દ્વારા અન્ય જરૂરતમંદ લોકો સુધી માહિતી પહોંચાડવા તેમજ સતત મેડિકલ સેવા વિશેની નવી નવી જાણકારી લોકો સુધી પહોંચાડવી તેમનો હેતુ હતો એટલે જ તો, આ વન મેન એનજીઓ જેવા જેઠાલાલ ઠક્કરની પ્રેસનોટ દરેક પત્રકાર મિત્રો હોંશે હોંશે ફોટા સાથે છાપતા હતા, ઇન્ટરવ્યૂ સાથે સમાચાર ટીવીમાં બતાવતા હતા ખાસ કરીને નાના બાળકો માટે હાર્ટ સર્જરી, ફાટેલા હોઠ અને તાળવાની સારવાર માટે તેમણે એકલપંડે ખૂબ કામ કર્યું છે ગરીબ દર્દીઓની સારવાર ફ્રી ઓફ ચાર્જ ‘નિઃશુલ્ક’ થાય તે માટે સંસ્થાઓની મદદ, સરકારી યોજનાઓ અને સેવાભાવી તબીબો વિશે તેમને ગજબની જાણકારી હતી તો, તેમની સેવાભાવનાની સંસ્થાઓ, સરકારી અધીકારીઓ, સેવાભાવી લોકો અને તબીબો સૌ કદર કરતા અને દર્દીઓને મદદરૂપ બનતા ગાઢ અંધકાર વચ્ચે એક કોડિયુ જેમ પ્રકાશ પાથરે તેમ જેઠાલાલ ઠકકર ‘એકલો જાને રે’ ની જેમ પોતે એકલા જ એક સંસ્થા જેવા હતા ભુજને અને જરૂરતમંદ દર્દીઓને હમેંશા તેમની ખોટ પડશે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ