પત્નીને જીવતી સળગાવનાર પતિને મળી આજીવન કેદ

Live Viewer's is = People

પત્નીને જીવતી સળગાવનાર પતિને મળી આજીવન કેદ


બનાસકાંઠાની દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે મંગળવારે પત્નીને જીવતી સળગાવનાર પતિને આજીવન કેદની સજા ફટકારી છે. લાખણી તાલુકાના આગથળા ગામે બે વર્ષ પહેલા પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી હતી. ચકચારીભર્યા કેસમાં તબક્કાવાર સુનાવણીને અંતે દિયોદર કોર્ટે આરોપી પતિને આજીવન કેદ અને પ,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.લાખણી તાલુકાના આગથળા ગામે પરિવારમાં પતિ પરેશ ઠાકોર દારૂ પીને બબાલ કરતો હોવાથી અવાર-નવાર માથાકુટ થતી હતી. જેથી અચાનક ઉશ્કેરાઇ જઇ પતિએ તેની પત્નિને જીવતી સળગાવી દીધી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે આરોપી પતિ સામે તૈયાર કરેલા રીપોર્ટના આધારે ગુનેગાર પતિ સાબિત થયો હતો.
મંગળવારે દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે મૃતક પત્નિના ડી.ડી.ના નિવેદન ઉપર આરોપી પતિ પરેશ ઠાકોરને ગુનેગાર ઠેરવ્યો છે. પતિને હત્યારો માની આજીવન કેદ અને રૂ. પ,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણયને પગલે પત્નિના પિયરીયાઓને ન્યાય તંત્ર ઉપર વિશ્વાસ વધ્યો છે.

રીપોર્ટ : વસરામ ચૌધરી થરાદ બનાસકાંઠા

Post a Comment

0 Comments

close