ભચાઉમાં સિંગદાણા ની આડમા છુપાવેલો દારૂ બાતમીના આધારે ઝડપાયો

Live Viewer's is = People
સીંગદાણાની આડમાં લઇ અવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા પકડી પડાયો.

   શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી ડી.એસ.વાઘેલા, ઇન્ચાર્જ SPશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના આપતા ઇન્ચાર્જ ના.પો અધિ શ્રી ભચાઉ એસ.એમ.સૈયદ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસની ટીમ પ્રોહી./જુગાર નાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી, દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે સામખિયાળી – ભચાઉ નેશનલ હાઇવે રોડ, કિશાન હોટલ પાસેથી વોંધ ખાતેથી એક ટ્રક માં દારૂ ભરીને આવનાર છે તેવી હકિકત આધારે ચેક કરતા ટ્રક નં. *RJ-46-GA-2847* વાળી મા સીંગદાણાની આડમા નીચે જણાવેલ મુદામાલ પકડી પાડેલ છે. 
મુદામાલ: 
૧. ભારતીય બનાવટના વિદેશી દારૂ ની ૭૫૦/- એમ.એલ.ની બોટલો નંગ કુલ્લ ૨૭૮૪ તથા બિયર ટીન ૫૦૦ એમ.એલના નંગ ૧૨૦૦ જેની કુલ્લે કિમત રૂપીયા ૧૧, ૦૬,૭૦૦/-

૨. ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-

૩. મોબાઈલ ફોન નંગ - ૨, કિં.રૂ.૧૦,૦૦૦/-

૪. ગ્રાઉન્ટ નટ દાણા બેગ નંગ ૧૭૫ કિ.રૂા. ૬,૮૨,૫૦૦

૫.તાડપત્રી ક્રીમ કલરની કિ.રૂા. ૧૦૦૦/-  

એમ કુલ કિં.રૂ. *૨૮,૦૦,૨૦૦/-*

આરોપી:

(૧) અસલારામ ભોમારામ ગોરસિયા (ચૌધરી) ઉ.વ.૨૪ રહે ગામ હોડુ પો.સ્ટે સીણધરી તા. ગુડામલાણી જી. બાડમેર રાજસ્થાન (પકડાઇ ગયેલ છે)

(૨) મોહનારામ ભેમારામ ગોરસિંયા (ચૌધરી) રહે ગામ હોડુ પો.સ્ટે સીણધરી તા. ગુડામલાણી જી. બાડમેર રાજસ્થાન (હાજર ન મળી આવેલ) 

(૩) વિદેશી દારૂ મોકલનાર તથા મંગાવનાર

   આ કામગીરીમા બી.એસ.સુથાર પોલીસ ઇન્સ. તથા એમ.કે.ચૌધરી પો.સ.ઇ તથા પો. હેડ કોન્સ. સરતાનભાઇ કણોલ તથા પો. કોન્સ. ભીમાભાઇ કરમશીભાઇ ગોહિલ તથા વિજયભાઇ રાજાભાઇ ડાંગર તથા વિશ્વજીતસિહ હઠીસિહ ગોહિલ તથા જગદીશભાઇ શંકરભાઇ સોલંકી તથા હરપાલસિંહ જાડેજા તથા નારણભાઇ આસલ વિગેરે સ્ટાફ જોડાયેલ હતો. 

રીપોર્ટ :ગની કૂંભાર, ભચાઉ 

Post a Comment

0 Comments

close