વાયુના પ્રકોપ સામે તંત્ર થયું સજજ. જખૌ બંદરે સલામતી ના પગલા લેવાયા.

Live Viewer's is = People

વાયુના પ્રકોપ સામે તંત્ર થયું સજજ. જખૌ બંદરે સલામતી ના પગલા લેવાયા.




હવામાન વિભાગ ની આગાહી મુજબ 17.18 જૂન ના વાયુ વાવાઝોડા અસર કચ્છમાં જોવા મળી રહી છે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તાર માં વરસાદ પડ્યો છે  કચ્છના અબડાસા , માંડવી ગાંધીધામ અંજાર અને ભુજ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો કચ્છના પીગલેશ્વરનાં દરિયામાં વાયુ વાવાઝોડા ની અસર જોવા મળી હતી દરિયામાં કરંટ જોવા મળ્યો હતો દરિયામાં ઉચા મોજા ઉછળ્યા હતા તો માંડવી માં પણ દરિયો તોફાની બન્યો હતો  કચ્છ પર વાયુ નામનું વાવાઝોડાનું ખતરો તોળાઈ રહ્યો છે ડીપ ડીપ્રેશન ફેરવાયેલ વાયુ નામનું વાવાઝોડું સંભવિત આજે કચ્છના દરિયાકાઠે ટકરાય તેવી શક્યતા છે વાયુ વાવાઝોડા શક્યતા લઈને કચ્છનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે 3 NDRF અને 2 રિઝર્વ એનડીઆરએફ ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જરૂર જણાય તો દરિયાકાઠા વિસ્તાર ગામના લોકોનું સ્થળાંતર માટેની તમામ તેયારી પણ વહીવટી તંત્ર એ પૂર્ણ કરી  છે વાયુ વાવાઝોડા લઈને વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર વિભાગ સંપૂર્ણ સજ્જ છે.

દરીયાઇ વિસ્તારમા આવેલા ગામોને સતર્ક કરાયા છે. આજ સવારથીજ માંડવી ભુજ અબડાસા સહિત સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ છે. સાથે દરિયો ગાંડો બન્યો છે. ત્યારે કચ્છના અબડાસા તાલુકાના પિગળેશ્ર્વર આસપાસના વિસ્તારના ગામોને પણ સતર્ક રહેવા માટે જણાવ્યુ છે. આજે હવામાન વિભાગે આગાહી કર્યા બાદ દરિયામાં જે રીતે કરંટ વધ્યો છે. તે જોવા માટે ગ્રામજનો અને લોકોને સતર્ક રાખવા સાથે દરિયા કિનારા આસપાસ મુસાફરો ન આવે તે માટે જાતે દરિયા કિનારે મુલાકાતે આવ્યા હતા ગ્રામજનોએ જણાવ્ય હતુ કે આટલા વર્ષોમાં આવો કરંટ ક્યારેય જોવા મળ્યો નથી. અને તેઓ સંપુર્ણ રીતે સતર્ક છે.

રીપોર્ટ :- કિશોર ભાનુશાલી, નલીયા 


Post a Comment

0 Comments

close