વાવના કુંડાળીયા ગામમાં વિજળીત્રાટકતાં 120 ઘેટાં-બકરાંનાં મોત

Live Viewer's is = People

વાવના કુંડાળીયા ગામમાં વિજળીત્રાટકતાં 120 ઘેટાં-બકરાંનાં મોત

સેંધાભાઇ રબારીના ખેતરમાં જોરદાર કડાકા સાથે વીજળી ત્રાટકતાં માલધારી પરિવારને નુકસાન

બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકાના કુંડળીયા ગામમાં એક માલધારીના ખેતરમાં ત્રાટકેલી આકાશી વીજળીના કારણે 120 જેટલાં ઘેટાંબકરાંના કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે 2 વ્યક્તિનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.આ ઘટનાને લઈને પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. બુધવારની સાંજના સુમારે બનાસકાંઠાના સરહદી થરાદ-વાવ પંથકમાં ભારે ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થવા પામી હતી.જોકે વરસાદી માહોલમાં વીજળીના બિહામણાં કડાકા અને ભડાકાના કારણે ચારે તરફ ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. આ વખતેભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વાવ તાલુકાના કૂંડાળીયા ગામની સીમમાં રહેતા સેધાભાઈ વાલાભાઇ રબારીના ખેતરમાં પણ જોરદાર કડાકા સાથે વીજળી ત્રાટકી હતી. જેના કારણે તેમના ખેતરમાં રહેલાં 120  ધેટાં-બકરાંના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જો કે તેની બાજુમાં રહેલા પરિવારના બાળકો સહિત અન્ય સદસ્યોને ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. એક માલધારી પર ત્રાટકેલા કુદરતના કહેરને કારણે સરહદી પંથકમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી

રીપોર્ટ : વસરામ ચૌધરી, થરાદ 


 

Post a Comment

0 Comments

close