થરાદ ધાનેરા હાઇવે પર વરસાદી પાણી ભરતા વાહન ચાલકો ને પરેશાની

Live Viewer's is = People

થરાદ ધાનેરા હાઇવે પર વરસાદી પાણી ભરતા વાહન ચાલકો ને પરેશાની

ગઇકાલે રાત્રે આવેલ તોફાની પવન સાથે વરસાદ પડતાં થરાદ ધાનેરા હાઇવે ખેગારપુરા નજીક રોડ પર પાણી ભરતા વાહન વ્યવહાર રાત્રે બંધ જેવો થઈ ગયો હતો થરાદ ધાનેરા હાઇવે નું કામચાજ ચાલુ હોવાના કારણે રોડ પર ઠેરઠેર ખાડા અને રોડ તૂટયો હોય તેવું લોકો જણાવી રહ્યા હતા ખેગારપુરા પાટીયા નજીક તળાવ નવું બનાવવામાં આવ્યું છે પણ ગ્રામ પંચાયત દ્વારા રોડ પર થી નીકળતા પાણી માટે તળાવમાં નાળા ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી રોડ પર તળાવ જેવો માહોલ દેખાતો હતો હજી ચોમાસું પુરી રીતે જામયુ પણ નથી અને આવી તકલીફો થઈ રહી છે તો ચોમાસામાં શું થશે હાઇવે બંધ થઈ જતાં લોકો બાજુમાં થી ચાલવાનો નવો રસ્તો બનાવી ને રાહદારીઓ અને વાહન વ્યવહાર નીકળતો હતો રાત્રે આવેલ વાવાઝોડા સાથે વરસાદ ના કારણે તાલુકામાં અનેક જગ્યાએ નુકસાન થયું હતું તંત્ર દ્વારા જે નવો હાઇવે મજુર થયો છે તેને નીચાણવાળા વિસ્તારોમાં તાત્કાલીક કંઈક વ્યવસ્થા કરે તેવું લોકમુખે ચચાસ્પદ બન્યું હતું જો ગ્રામ પંચાયત કચેરી દ્વારા તળાવમાં નાળા નાખવામાં આવે તો રોડ પર ભરાતા પાણી નો તાત્કાલિક નીકલા થઇ શકે તેમ છે.

વસરામ ચૌધરી થરાદ


Post a Comment

0 Comments

close