ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશન પર બેઠેલા બન્ને આરટીઆઇ એક્ટિવિસ્ટોએ કચ્છમાં તંત્ર પાસે કરી ઇચ્છા મૃત્યુની માંગ
નવ નવ દિવસનાં અનશન દરમિયાન નિંભર તંત્રની આંખ ન ખુલતાં આખરે બે જાગૃત નાગરિકોએ લીધો ઈચ્છા મૃત્યુનો અંતિમ નિર્ણય..!
કોઈ અધિકારીએ છાવણીની મુલાકાત ન લેતાં આખરે સ્વૈચ્છિક નિર્ણય લઈને ધરણાં સમેટયા અને તંત્ર સમક્ષ અનંતની વાટ પકડવાની માંગ કરી હતી તો અગાઉ પણ અનેક વખત કરાયાં છે અનશન અને આત્મવિલોપનની અપાઈ હતી ચીમકી તેમ છતાં કાર્યવાહીમાં માત્ર હૈયાધારણ..?
ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ ( ભાડા )ની કચેરી ના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનિશ્ચિત કાળના અનશન પર બેઠેલા બે આરટીઆઇ એક્ટિવિસ્ટ દતેશ ભાવસાર અને ઈશ્વરગીરી ગોસ્વામી ગત તા.૧૧ જૂન ના તંત્રનું ધ્યાન દોરીને અનશન ચાલુ કર્યાં હતાં તે પહેલાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી આ તંત્રને સૂચના પણ આપવામાં આવી હતી કે આ પ્રકારનું પગલું ભરાય તે પૂર્વે યોગ્ય નિર્ણય કરી રિપોર્ટ કરવો તે આદેશનું પણ પાલન ન કરાયું જેમાં ભુજ વિસ્તારમાં અનેક વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેશર કરાયેલાં બાંધકામો તોડી પાડવા માટે આ ભાડાના તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ કાર્યવાહી કરાઈ રહી હોવાની અનેક ફરિયાદો છે તે ઉપરાંત પણ કચેરીમાં પાંચ હજાર થી પણ ઉપર અરજીઓ કરાઈ હોવાં છતાં પણ કોઈજ નિકાલ કરવામાં આવતો નથી અને ભુજ વિસ્તારમાં ૩૬ જેટલા પાર્કિંગ પ્લીટો હોવા છતાં તેના પર દબાણો કરી દેવાયાં છે અને તેમનાં કેટલાક પાર્કિંગ પલોટો ખાનગી રીતે પાર્ટીઓને આપી દેવાયાં છે જેના કારણે નાગરિકો દંડાઈ રહ્યાં છે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ જનહિતની લડાઈ હોવાં છતાં આ તંત્ર કોઈજ કાર્યવાહી કરવાને બદલે માત્ર આખરી નોટીશો આપી રહી છે તેને પણ વર્ષો વીત્યાં કોઈજ દબાણો દૂર કરાતાં નથી અને સતાધીશો દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી તદઉપરાંત નવ દિવસ સુધી આ છાવણીની ઉચ્ચઅધિકારી કે પદાધિકારીઓએ મુલાકાત સુદ્ધાં લીધી ન હતી આ સમય દરમિયાન દતેશ ભાવસારની તબિયત લથડતાં તેને ભુજની જી.કે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં ત્યારે પણ કોઈજ નિર્ણય તંત્રએ ન લેતાં આખરે આ બન્ને આરટીઆઇ એક્ટિવિસ્ટ સમજી ગયાં કે ભ્રષ્ટાચાર સામે આપણી લડાઈ નબળી છે અને આ નિંભર તંત્રના પેટનું પાણી ચાલતું નથી જેથી રોજ રોજ મૃત્યુ થી કંટાળીને આખરે કચ્છ કલેકટર રેમ્યા મોહનને મળીને અરજી આપીને કહ્યું છે કે જો દિવસ પંદરમાં ભુજના જ્યુબિલી ગ્રાઉંડ પાસે જાહેરમાં ઇચ્છા મૃત્યુ મળવાની પરવાનગી નહિં મળે તો બન્ને આરટીઆઇ એક્ટિવિસ્ટ જે પગલું ભરશે તેની જવાબદારી જેને જેને ઈચ્છા મૃત્યુની અરજી મોકલવામાં આવી છે તે તંત્રો રહેશે. આ બાબતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ભાડા કચેરી તેમજ સલગ્ન દરેક કચેરીને જાણ કરાઈ છે જેમ વર્ષ ૨૦૦૧ માં કચ્છમાં ભુકંપ આવ્યો તેવી રીતે જો ભવિષ્યમાં કોઈ આપતી આવે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેના સાક્ષી બનવા માંગતા ન હોઈ પોતાના જીવન ટૂંકાવવા પ્રેરિત થયાં છે ત્યારે જો સંવિધાનની વાત કરતાં આ જાડી ચાંમડીના ભ્રષ્ટ અધિકારીઓ ન્યાયાલય અને મુખ્યમંત્રી સહિતની સુચનાઓનું પાલન પણ ન કરતાં હોય તો અમારે આ ભ્રષ્ટાચારનું સાક્ષી નથી બનવું તેવું દતેશ ભાવસાર અને ઇશ્વરગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું.
0 Comments