ભુજ તાલુકાના નાના વરનોરા ગામે મિયાણાં ગરાસિયા સમાજનુ સંમેલન યોજાયું

Live Viewer's is = People

ભુજ તાલુકાના નાના વરનોરા ગામે મિયાણાં ગરાસિયા સમાજનુ સંમેલન યોજાયું 


ભુજ તાલુકાના નાના વરનોરા ગામે મિયાણાં ગરાસિયા સમાજનુ સંમેલન યોજાયું હતું ત્યારે કચ્છના મોટાભાગના મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સમાજ ના યુવાનોને ભણતર પર ભાર મુક્યો હતો અને લઘુમતી વિચરતી જ્ઞાતિ માં સમાવેશ કરાવી સરકારી યોજનાઓ ના લાભ મેળવવા માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ને મળતા લાભ લેવા માટે ભાર મુક્યો હતો.  
ભુજ તાલુકા નાના વરનોરા ગામે મિયાણા ગરાસીયા જ્ઞાતિનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ગામેગામથી લોકોએ હાજરી આપી ભાગ લીધો હતો આ સંમેલનમાં સમાજમાં શિક્ષણ ની જરૂરિયાત ઉપર ખાસ ભાર મૂકાયો હતો અને જ્ઞાતિ દ્વારા શિક્ષણ સમિતિ બનાવી સમગ્ર જિલ્લામાં ફરી અને વાલીઓને જાગૃત કરી બાળકોને શિક્ષણ અપાવવા માટે ખાસ કાર્યક્રમ કરવામાં આવશે સ્કુલોમાં પણ શિક્ષકોને સાથે રાખી જે તે ગામના આ જ્ઞાતિના બાળકો ભણે તે માટે ખાસ ભલામણ કરવામાં આવશે એ રીતે આ સમાજે અન્ય સમાજને પણ શિક્ષણ માટે કામ કરવા માટે પ્રેરણાદાયી ઉદાહરણ આપ્યું છે સાથે સાથે જ્ઞાતિના સંગઠન ઉપર પણ ભાર મૂક્યો હતો અને વિચરતી જાતિના સરકાર તરફથી જે કંઈ લાભ મળે છે તે લાભ આ જ્ઞાતિ ને કઈ રીતે મળે તે માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે આ સંમેલનમાં મુસ્લિમ જ્ઞાતિના જિલ્લાના અનેક આગેવાનો જેમાં આદમભાઈ ચાકી, અલીમામદ જત, વ્હાબ ભચુ, ઉમરભાઈ અબડા, લતીફ ભાઈ વગેરે આગેવાનો એ સંમેલનને સંબોધિત કર્યા હતા અને જ્ઞાતિની પ્રગતિ માટે શું કરવું જોઈએ કઈ રીતે યુવાનોને શિક્ષણ અને રોજગારી મળી શકે આજના સમયમાં શિક્ષણ નું શું મહત્વ છે સંગઠન નું શું મહત્વ છે વગેરે બાબતો ઉપર માર્ગદર્શન આપ્યું હતું મીયાણા ગરાસીયા જ્ઞાતિના પ્રથમ સંમેલનનું આયોજન સફળ રીતે કરવામાં આવ્યું હતું સૌને માંગ હતી કે જ્ઞાતિ શિક્ષણ માટે ખુબ જ આગળ આવે અને યુવાનો શિક્ષણ સારી રીતે મેળવી આગળ વધે તે આ સમયની ખાસ માંગ છે તે માટે સંકલ્પ કરવામાં પણ આવ્યો હતો તેવું આગેવાનોએ જણાવ્યું હતુંવધુ વિગતો માટે જુઓ વિડિયો 

રીપોર્ટ : અયાઝ સિદીકી, ભુજ

Post a Comment

0 Comments

close