નલિયામાં યોજાયો જનરલ સર્જીકલ મેગા મેડિકલ કેમ્પ

Live Viewer's is = People

અદાણી ફાઉન્ડેશન તથા જી કે જનરલ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત ગાયત્રી પરિવાર અને લોહાણા મહાજન નલિયા ના સહયોગથી ફ્રી જનરલ સર્જીકલ મેઘા કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પ.......માનવ સેવા એ જ પ્રભુ સેવા



આ કેમ્પ માં નાના મોટા આંતરડાના રોગો, હરસ ,મસા, ભગંદર ,લીલા સૂકા પાઈલ્સ, વંધરાવડ, સારણગાંઠ ,શરીરની કોઇપણ પ્રકારની ગાંઠ ,છાતી ની ગાઠ, રસોડી પેશાબની તકલીફ ,પ્રોસ્ટેટ ,પેશાબ માં પથરી ,પિત્તાશયમાં પથરી, કિડની માં પથરી વગેરે તમામ રોગ  નાં 185  નું  નિદાન ,સારવાર કરવામાં આવી .22 દર્દીઓને ઓપરેશન માટે અલગ તારવવામાં આવ્યા જેમાંથી 10 દર્દીઓને અદાણી ફાઉન્ડેશન  નાં વાહન મારફત અદાણી હોસ્પિટલમાં આજેજ સાથે લઈ જવામાં આવ્યા અને અને 12 જણાને અલગ-અલગ તારીખ આપીને અદાણી હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા અને તેઓને  એ તારીખોમાં તેઓના ઓપરેશન નિશુલ્ક અદાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ મારફત કરી અપાશે તે સિવાય 16જણાને વધારાની તપાસ માટે ત્યાં બોલાવવામાં આવ્યા જરૂર જણાસે તમામ દર્દીઓને  વધારે સારવાર કરી અંપાશે. અને દવાઓનું નિશુલ્ક  વિતરણ કરવામાં આવ્યું સૂઝલોન કંપનીના મેડિકલ ઓફિસર શ્રી મનીષભાઈ ત્રિવેદીએ ચામડી  રોગ નાં દરદી ઓ તેમજ હાડકાના દર્દીઓ દાંત ના દર્દીઓને તાવ અને પેટના દર્દીઓ દર્દીઓને તપાસીને સુઝલોન ફાઉન્ડેશન મારફત  ફ્રી દવાઓ આપી અને ત્રણ દર્દીઓને વધુ સારવાર માટે અદાણી હોસ્પિટલમાં રિફર કર્યા. સુઝલોન ફાઉન્ડેશન નો સહયોગ દરેક કેમ્પમાં મળતો રહે છે અદાણી હોસ્પિટલના સર્જન ડૉ  મહાલક્ષ્મી પીલાઈ.સર્જન ડોક્ટર ધ્રુવેન પોનકિયા,આંખ ના સર્જન ડોક્ટર ભાવના ગાગલ અને ડોક્ટર નિખિલ રૂપાલા તેમજ આરીફ ભાઈ મેમણ અને મયુરભાઈ એ અદાણી ફાઉન્ડેશન વતી સેવાઓ આપી.અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર શ્રી કિશોરભાઈ ચાવડા સતત માર્ગદર્શન આપીને હાજર રહ્યા હતા. ગાયત્રી પરિવારના હરેશભાઈ આઈયા,મહમદ શેઠ મેમણ આરોગ્ય સેવા સમિતિના અબ્દુલભાઈ મેમણ, પ્રજ્ઞાજ્યોત  સંસ્થાના નારાયણજી ભાઈ ઠક્કર, વી આર ટી આઈ ના ઇન્ચાર્જ શ્રી અમરાભાઇ, નકુલ ભાઈ ભટ્ટ અને મહિપતસિંહ જાડેજા કાળા તળાવ ના રામસંગજી ભાઈ, પ્રતાપભાઈ ઠક્કર વગેરે બધા લોકોએ ખડેપગે સેવા આપી. લોહાણા મહાજનના ઉપ પ્રમુખ સતિષભાઈ ઠક્કર ,ગોસ્વામી સમાજ ના ભીમગરભાઇ,દિવ્યભાસ્કર ના કિશોરભાઈ ભાનુશાલી બુટાવાલા, જગદીશભાઈ ભાનુશાલી પણ આ કાર્યમાં સહભાગી બન્યા. અબડાસા લખપત  નખત્રાણા ઉપરાંત છેક ભુજ,અંજાર અને માંડવી તાલુકાના દર્દીઓએ પણ આ કેમ્પનો લાભ લીધો.આ વિસ્તાર માં આંખ અને કેન્સરના રોગો નું પ્રમાણ  વધારે  છે  તેથી  શ્રી કિશોર ભાઈ ચાવડા એ કેન્સર નિદાન સારવાર માટે નજીક  દિવસો માં જ આયોજન કરાશે એમ જણાવેલ છે.

રીપોર્ટ : કિશોર ભાનુશાલી, નલીયા 

Post a Comment

0 Comments

close